________________
૧૧૮ • જૈન ધર્મ અને દર્શન
સામાન્ય રીતે જેની જનતાની કલ્પસૂત્ર પ્રત્યે ભક્તિ છે, પણ એમાં બુદ્ધિનું જીવન કે નિઃસ્વાર્થતાની શુદ્ધિ ભાગ્યે જ રહી છે. એનાં બીજાં અનેક કારણો હોય, પણ એનું પ્રધાન કારણ ગુરુમુખથી શાસ્ત્ર શ્રવણ કરવાની પોષાયેલી શ્રદ્ધા એ છે. ગુરુ વાસ્તવિક અર્થમાં ગુરુ સમજાયા હોત અને તેમનો અધિકાર યોગ્યતાને લીધે મનાતો આવ્યો હોત તો આવી સ્કૂલના ન થાત. જે જૈનોએ માત્ર જન્મને કારણે બ્રાહ્મણત્વ અને તેના ગુરુપદ સામે લડત ચલાવી તે જ જૈન ગુણની પ્રધાનતા ગાતાં ગાતાં છેવટે વેશમાત્રમાં ગુરુપદ માની સંતુષ્ટ થઈ ગયા! કલ્પસૂત્ર સાંભળવું છે, વાંચનાર જોઈએ અને તે કોઈ ગુરુ સાધુ જ હોવા જોઈએ. બીજી યોગ્યતા હોય કે નહિ પણ ભેખ હોય તોય બસ છે, એ વૃત્તિ શ્રોતાગણમાં પોષાઈ. પરિણામ અનેક રીતે અનિષ્ટ જ આવ્યાં. લાયકાતની કોઈપણ કસોટીની જરૂર ન જ રહી. વેશધારી એટલા ગુરુઓ અને ગુરુઓ એટલા વ્યાખ્યાતાઓ – છેવટે કલ્પસૂત્ર પૂરતા. માત્ર કલ્પસૂત્રના અક્ષરો વાંચી જાણે એટલે વડેરાઓનો આશ્રય છોડી સ્વતંત્ર વિચારવાનું સર્ટિફિકેટ મળી જાય ! ભક્તો તો સૌને જોઈએ જ. તે હોય ગણ્યાગાંઠ્યા, એટલે તેમના ભાગલા નાના નાના પડે. જેના ભક્તો વધારે અગર ઓછા છતાં જેના ભક્તો પૈસાદાર તે ગુરુ મોટા. આ માન્યતામાંથી વાંચવાની દુકાનદારી હરીફાઈ ઉપાશ્રયે પોષાઈ. કલ્પસૂત્રના વાચનમાંથી ઊભાં થતાં નાણાં જ્ઞાનખાતાનાં એ ખરું, પણ તેના ઉપભોક્તા છેવટે કોણ ? ગુરુ જ, અને ગુરુઓને કાંઈ ખર્ચ ઓછો નહિ. આકાશમાંથી એ આવે નહિ. બીજી રીતે એમને પરસેવો ઉતારવાનો જ નહિ, એટલે ખર્ચને પહોંચી વળવા ખાતર પણ સામાન્ય આવકનું કામ કલ્પસૂત્રના વાચને કરવા માંડ્યું. દેખીતી રીતે નિઃસ્વાર્થ જણાતા સાધુજીવનનાં પ્રમાદમય ઝીણા છિદ્રોમાં અનેક રીતે સ્વાર્થપરંપરાએ પ્રવેશ કર્યો. વાડા બંધાયા. પોતાના ઉપાશ્રયના શ્રાવકોએ હમેશાં નહિ તો પજુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવા પૂરતું ત્યાં જ આવવું શોભે એવી મક્કમ માન્યતા બંધાઈ. કોણ વાંચનાર યોગ્ય અને કોણ અયોગ્ય એ વિવેક જ વિસારે પડ્યો. કલ્પસત્ર તો વર્ષમાં એક વાર કાને પડવું જ જોઈએ અને તે ગુરમુખથી. વળી તે પણ ચાલી આવતી પરંપરા પ્રમાણે અમુક ગુરના જ મુખમાંથી. એ માન્યતામાં તણાતાં વિચાર અને બુદ્ધિનું ખૂન થયું, પક્ષાપક્ષી બંધાઈ અને તે એટલે સુધી કે કાશી, મથુરા કે ગયામાં શ્રાદ્ધ કે સ્નાન કરાવવા પંડ્યાઓ જેમ એક યાત્રી પાછળ પડે છે તેમ ઘણી વાર મો તો સવ્વસાહૂ એ પદથી વંદાતા, સ્તવાતા જૈન ગુરુઓ શ્રોતાવર્ગ મેળવવાની ખેંચતાણમાં પડ્યા. મેં અનેક સ્થળે એ જોયું છે કે એક ઉપાશ્રયમાં ચોમાસું રહેલા અનેક સાધુઓ કલ્પસૂત્ર વાંચવાની તક જતી હોય તો તેને મેળવવા અકળ ખટપટો કરતા. આવી ખેંચતાણ નિઃસ્વાર્થભાવ હોય ત્યાં કદી ન જ સંભવે. પણ કલ્પસૂત્રના વાચનના અવિચારી અધિકાર ઉપર ઐકાંન્તિક ભાર આપવાનું માત્ર આટલું જ પરિણામ નથી આવ્યું. એ અનિષ્ટ બહુ દૂર સુધી પ્રસર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org