________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્યવિચાર • ૨૯૩ ૨૫. સંઘમાં પરાણે બ્રહ્મચર્ય પાલન કરાવતાં છડેચોક અનાચાર ચાલ્યાના દાખલા છે ? અનાચારી સાધુઓને સંઘે, સમાજે કે રાજાએ સજા કર્યાના દાખલાઓ મળી આવે છે ?
૨૬. વિષયત્યાગ કરી સાધુ થયા પછી ફરી ગૃહસ્થાશ્રમમાં છૂટ સાથે કે છૂટ વગર દાખલા થયાનાં દૃષ્ટાંતો મળી આવે છે ?
૨૭. સાધુઓની અત્યંત વિરક્તિ સામે સમાજનાં અત્યંત વિષયાશક્તિ વધી છે એવું અનુમાન કાઢવાને અવકાશ છે ? બ્રહ્મચર્યના આદર્શની ટોળ, મશ્કરી કે હાંસી કરનારા પુરુષો અથવા ઉલ્લેખો મળી આવે છે ?
૨૮. જૈન ધર્મના શ્વેતાંબર, દિગંબર વગેરે વિભાગોમાં બ્રહ્મચર્યના આદર્શની બાબતમાં કાંઈ સૂક્ષ્મ અથવા સ્થૂલ મતભેદ છે ?
૨૯. લોકોત્ત૨ વિભૂતિઓને બાદ કરતાં અને કેવળ સામાન્ય દાખલો જોતાં સ્વચ્છ ગૃહસ્થાશ્રમી માણસ કરતાં ચુસ્ત બ્રહ્મચારી માનસિક અથવા આધ્યાત્મિક શક્તિમાં ચડિયાતો હોય છે એવો અનુભવ થયો છે ?
૩૦. બ્રહ્મચર્યની શક્તિ વિશે જેટલા દાવા કરેલા છે તેમાંના કેટલા સાચા નીવડ્યા
છે ?
૩૧. કુટુંબક્લેશથી કાય૨ થઈ અથવા જીવનસંગ્રામમાં હારી જઈ સાધુ થયેલા લોકોનું પ્રમાણ કેટલું હશે ?
૩૨. કોઈપણ વિશ્વસનીય ડૉક્ટર પાસેથી સાધુઓને થતા રોગો વિશે સામાન્ય માહિતી મળી શકે એવું છે ?
૩૩. કામવિકાર દુઃસહ થાય ત્યારે તે શાંત પાડવા ખાતર સાધુઓ કયા ઉપાયો શોધે છે ?
૩૪. સાધ્વી બ્રહ્મચારિણી માટે કેવા કેવા નિયમો કરેલા છે ?
૩૫. ઉપરના સવાલોમાંથી તેમને લાગુ પડતા સવાલોની કાંઈ માહિતી મળે છે ? ૩૬. સાધ્વી બ્રહ્મચારિણીઓની સંખ્યા દરેક જમાનામાં કેટલી હતી ? ક્યારે તે સંખ્યા વધેલી અને ક્યારે ઘટેલી ? એ વિશે કાંઈ માહિતી મળે એમ છે ?
આ નિબંધમાં જૈન દૃષ્ટિને મુખ્ય રાખીને બ્રહ્મચર્ય વિશે લખવામાં આવ્યું છે. ક્યાંક સ્મૃતિશાસ્ત્ર સાથે તુલના પણ કરેલી છે અને ક્યાંક અમારો સ્વતંત્ર મત પણ મૂકેલો છે. એકદંરે જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય વિશે આજ સુધીમાં જે કાંઈ નોંધાયેલું છે તે બધું લગભગ આમાં આવી ગયેલું છે. આ નિબંધ લખવામાં નીચે જણાવેલા જૈન ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવેલો છે:
(૧) પ્રશ્નવ્યાકરણ, (૨) સ્થાનોંગસૂત્ર, (૩) ઉપાસકદશાંગ, (૪) ભગવતીસૂત્ર, (૫) દશવૈકાલિકસૂત્ર, (૬) સૂત્રકૃતાંગસૂત્ર, (૭) ઉત્તરાધ્યયનસૂત્ર, (૮) યોગશાસ્ત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org