________________
૨૯૨ - જૈન ધર્મ અને દર્શન
૮. બ્રહ્મચર્યની સાધના માટે અત્યાર સુધી કોણે કોણે ખાસ પ્રયત્ન કરેલા જણાયા છે? તેમની સાધના કેવી હતી? તેમને કેવી મુશ્કેલીઓ નડી ? તે દૂર કરવાના કયા કયા ઉપાયો લેવાયા?
૯. પૂર્વાચાર્યોએ રજૂ કરેલા આદર્શમાં અને સાધનામાં પાછળના લોકોએ અનુભવને પરિણામે કાંઈ ફેરફાર સૂચવ્યો છે? અથવા મર્યાદાઓ મૂકી છે ?
૧૦. બ્રહ્મચર્યના પાલનમાં કોણ કોણ નિષ્ફળ અને શા કારણે ?
૧૧. બ્રહ્મચર્ય સિદ્ધ થવાથી કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે એમાંથી પ્રત્યક્ષ અનુભવ કેટલો નોંધાયો છે?
૧૨. બ્રહ્મચર્યના પાલનથી અથવા પ્રયત્નમાં કોઈને નુકસાન થયાના દાખલા છે? અને તે કઈ રીતે ?
૧૩. વિવાહિત સ્થિતિમાં બ્રહ્મચર્યનું પાલન કેટલે દરજ્જ ઈષ્ટ ગણાયું છે? વિષયસેવન માટે કઈ કઈ મર્યાદાઓ મૂકી છે ?
૧૪. પ્રજોત્પત્તિની ઇચ્છા ન હોય તોયે માણસ વિષયસેવન કરી શકે છે એવી છૂટ ક્યાંય રાખેલી છે ? અથવા છૂટ રાખી છે એવું અનુમાન નીકળી શકે છે?
૧૫. વિષયત્યાગ માટે સ્ત્રીની સંમતિ આવશ્યક છે ?
૧૬. સ્ત્રીનો વિરોધ હોવા છતાં જેમણે વિષયત્યાગ કર્યો હોય એવા દાખલાઓ છે?
૧૭ “ઋતી મામુવાતું' એ નિયમનું ઉલ્લંઘન પાપરૂપ મનાયું છે? કે અન્ય સમયે નહિ એટલી જ એની મતલબ છે ?
૧૭. ગૃહસ્થાશ્રમી વિષયનો ત્યાગ કર્યા વગર જ્ઞાની થઈ શકે છે એવી માન્યતા ક્યાંય મળી આવે છે?
૧૯. આ જ વિષયમાં જૈન સાહિત્યમાંથી અને અન્ય પંથો, સંપ્રદાયો, અથવા ધર્મોમાંથી શી માહિતી મળે છે?
૨૦. વિષયસેવનનો કાળ ક્યાંથી ક્યાં સુધી વિહિત મનાયો છે? ૨૧. બાળલગ્ન સામે અથવા અપક્વ દશાના વિષય સામે કાંઈ વચનો જડે છે?
૨૨. સામાજિક વ્યવહારમાં સ્ત્રીપુરુષો એકબીજાના પ્રસંગમાં કેટલે દરજે આવે તો તે યોગ્ય ગણાય ? ક્યાં અતિપ્રસંગ ગણાય?
૨૩, કન્યાઓ સ્વયંવર કરે એ બરાબર છે કે નહિ ? એ વિશેના અભિપ્રાયો ક્યાંય મળી આવે છે ?
૨૪. પરાણે બ્રહ્મચર્યપાલન કરવું પડવાથી સાધુઓના સંઘમાં વિશેષ વ્યાધિઓ અને આધિઓ દાખલ થવાના કાંઈ દાખલા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org