________________
૧© • જૈન ધર્મ અને દર્શન શુભપરિણામકારક ઘટના બની ગઈ હતી તેનો બચાવ કરવો અને બીજું એ કે તે ઘટનાનો અઘટિત રીતે થતો ઉપયોગ અટકાવવો. આ કારણથી જે અપવાદવિધાન આગમો અને નિર્યુક્તિમાં ન હતું તે ભાષ્યકાળમાં ભાષ્યમાં દાખલ થયું. તેમાં આચાર્યોએ શિષ્યનિષ્ફટિકાના સંબંધમાં ખુલાસો કર્યો કે સોળ વર્ષ સુધીની ઉંમર સુધીમાં અસંમત દીક્ષા શિષ્યનિષ્ફટિકામાં આવે છે અને તેથી ઉપરની ઉંમરમાં શિષ્યનિષ્ફટિકાનો આરોપ લાગુ નથી પડતો.
આ રીતે આર્ય રક્ષિતની ઘટનાનો બચાવ કરવા અને તેનો દુરુપયોગ થતો અટકાવવા આચાર્યોએ અમુક અપવાદવિધાન કર્યું તો ખરું, પણ જેમ સર્વત્ર અને સદાકાળ બનતું આવ્યું છે તેમ એ અપવાદવિધાનનો પણ દુરુપયોગ થવા લાગ્યો, અને તે એ રીતે કે સોળથી વધારે વર્ષની ઉંમરનાને દીક્ષા આપવામાં સંમતિનું ધોરણ સચવાવા ન લાગ્યું; અને ઘણીવાર તો તેની ઉંમરનાને સંમતિ વિના જ ઉત્સર્ગમાર્ગ તરીકે દીક્ષા આપવાના કિસ્સાઓ બનવા લાગ્યા. તેને પરિણામે ઘણી વાર દીક્ષા આપનારને દીક્ષિત ઉમેદવારના લાગતાવળગતા પકડવા લાગ્યા, અને ક્યારેક ક્યારેક અદાલતોમાં ઘસડવા પણ લાગ્યા. ઘણી વાર ન્યાયાલયોમાં આવા કિસ્સાઓના મુકદ્દમાઓ પણ ચાલવા લાગ્યા. કોઈ વાર દીક્ષા આપનાર પોતાના અન્યાયને લીધે હારી પણ જતા અને ઘણી વાર જાહેર રીતે તેવી દીક્ષા આપનારને શિષ્યચોર કે મનુષ્યહારક કહી નિંદવાના પ્રસંગો પણ ઊભા થવા લાગ્યા. અવિચારી, અવિવેકી અને શિષ્યલાલચી ગુરુઓ અપવાદનો મર્મ ભૂલી જવાથી અને તેને ઉત્સર્ગ રૂપ આપવાથી જ્યારે શાસનને વગોવવામાં કારણભૂત થવા લાગ્યા ત્યારે વળી પેલા અપવાદમાં સુધારો કરવાની આચાર્યોને ફરજ પડી; અને તેથી જ આપણે ભાષ્ય અને ચૂર્ણિમાં સ્પષ્ટ વાંચીએ છીએ કે જ્યાં દીક્ષા લેનારના લાગતાવળગતાઓ બળવાન હોય રાજ્યાશ્રય પણ તેમના પક્ષમાં હોય, અને જૈન ધર્મ વગોવવાનો સંભવ હોય, તેમજ કોર્ટે કે ન્યાયાલયોમાં ઘસડાવાનો પ્રસંગ ઊભો થતો હોય ત્યાં ગમે તેટલી ઉંમર મોટી હોવા છતાં પણ અસંમત દીક્ષા ન આપવી, અને દેશકાળ તેમજ પરિસ્થિતિનો વિચાર કરવો. આટલા સુધારાથી પણ જેઓ પેલા અપવાદનો દુરુપયોગ કરતા ન અટક્યા તેઓને લક્ષીને વળી તે જ ગ્રંથોમાં આગળ જતાં આચાર્યોને સ્પષ્ટ કહેવાની ફરજ પડી કે જેઓ આર્ય રક્ષિતના આપવાદિક દાખલાને સામાન્ય નિયમ તરીકે ગણી અસંમત દીક્ષા આપ્ટે જાય છે તેઓ મંદધર્મ અર્થાતુ ધર્મભ્રષ્ટ છે અને તેઓ મૂળને – ઉત્સર્ગ નિયમને – છોડી અપવાદને વળગેલા છે. તેમનું આ વર્તન મૂળમાંથી ઊખડી ગયેલા અને માત્ર થડ કે શાખાઓ ઉપર રહેલા વટવૃક્ષ જેવું છે, એટલે કે, જેમ મૂળમાંથી ઊખડી ગયેલ વટવૃક્ષ ગમે તેવાં થડ અને ડાળો હોવા છતાં પણ જીવિત કે રક્ષિત ન રહી શકે તેમ જેઓ સંમત દીક્ષાના ઉત્સર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org