SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યચોરીની મીમાંસા • ૧૮૯ સાથે પણ કોઈ જાતનો ક્લેશ કર્યાનો ઉલ્લેખ – નથી. એ જ રીતે દીક્ષા આપનાર આચાર્ય સાથે પાછળથી ક્લેશ થયાનો અગર તો બીજી કોઈપણ ખેંચતાણ થયાનો કશો જ ઉલ્લેખ નથી. આ કિસ્સામાં પરંપરાથી ચાલી આવતી દીક્ષાવિધિમાં જો કાંઈ ઊણપ હોય તો તે એટલી જ હતી કે આચાર્યે દીક્ષાના ઉમેદવાર રક્ષિતને તેના પિતાની સંમતિ મેળવવા વાસ્તે પાછો મોકલવા ઉપર ભાર ન આપ્યો અને તેની માતાની સંમતિથી જ સંતોષ માની લીધો. એક બાજુ દીક્ષા લેનાર આગળ જતાં વિશિષ્ટ કૃતધર તરીકે પ્રસિદ્ધ થયેલ આર્ય રક્ષિત અને બીજી બાજુ નિઃસ્પૃહ નિર્ભય અને નિષ્કપટ તેમજ અસાધારણ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ દીક્ષા આપનાર આચાર્ય તોસલિપુત્ર, ત્રીજી બાજુ શિષ્ય અને ગુરુ વચ્ચે મામા ભાણેજનો સંબંધ અને ચોથી બાજુ બહેને પોતે જ વગર માગ્યે ભાઈ આચાર્ય પાસે પુત્રને મોકલ્યો – આટલી સુસ્પષ્ટ અને સંતોષપ્રદ બીના હોવા છતાં ફક્ત પિતાની અસંમતિને કારણે આ કિસ્સાને પ્રથમશિષ્યનિષ્ફટિકા' કહેવામાં આવેલ છે. આ કથન અનેક મહત્ત્વની બાબતો ઉપર પ્રકાશ પાડે છે. તેમાં પહેલી બાબત તો એ છે કે જ્યારે ફક્ત પિતાની જ અસંમતિવાળી દીક્ષા શિષ્યનિષ્ફટિકા ગણાઈ ત્યારે ભગવાનથી માંડી તે જમાના સુધીના છસો વર્ષ જેટલા ગાળામાં દીક્ષા લેનાર અને આપનાર માટે ઉમેદવારે પોતાના લાગતાવળગતા બધા જ પાસેથી સંમતિ મેળવવાનું ધોરણ કેટલું મજબૂત અને અનિવાર્ય હતું એ સૂચિત થાય છે. એ સૂચનાની પોષક આગમવર્ણિત કથાઓ ઉપલબ્ધ છે. બીજી બાબત એ છે કે આ શિષ્યનિષ્ફટિકા પ્રથમ ગણાઈ છે, એટલે આ કિસ્સાની નોંધ કરનારાઓ બધા જ એમ જાણતા હોવા જોઈએ કે આર્ય રક્ષિત પહેલાં એકે કિસ્સામાં અસંમત દીક્ષાનો પ્રસંગ બન્યો જ નથી અને માત્ર આર્ય રક્ષિતનો જ પ્રસંગ પહેલો છે, અને એ પ્રસંગ પહેલો હોવાથી જ તેમજ સંમતિપૂર્વક દીક્ષા લેવા અને દેવાની પરંપરા અતિ સખત અને અતિ માન્ય હોવાથી જ ફક્ત પિતાની અસંમતિવાળા નજીવા કિસ્સાને પાછળથી અને તે વખતે શિષ્યનિષ્ફટિકા જેવું મોટું રૂપ આપવામાં આવ્યું. આર્ય રક્ષિતનો દાખલો બની ગયો, પણ પાછળથી એનો ઉપયોગ બહુ અઘટિત રીતે થવા લાગ્યો. અત્યાર લગી એકસરખી ચાલી આવેલી સંમતદીક્ષાની પરંપરામાં એક નજીવી ચિરાડ પડી. તેને કેટલાક અલ્પજ્ઞ અને અવિચારી ગુરુઓએ મોટો દરવાજો બનાવવાનું શરૂ કર્યું. આર્ય રક્ષિતના દાખલાનો ઉપયોગ કરી ઘણા વગર સંમતિએ દિક્ષા આપવા લાગ્યા અને પછી તો એ શિથિલતા એટલે સુધી વધી કે ન જોવાતો ઉંમરનો ભેદ કે ન જોવામાં આવતું દીક્ષા લેનારનું વિવાહિતપણું કે અવિવાહિતપણું; અને દીક્ષા લેનારને ભોળવવાની, નસાડવાની અને છુપાવવા આદિની બધી પ્રપંચક્રિયામાં એ શિથિલતા પરિણમવા લાગી. આ ભયંકર સ્થિતિ જોઈ આચાર્યોને અપવાદ દાખલા કરવામાં બે તરફ ધ્યાન રાખવાનું હતું: એક તો એ કે આર્ય રક્ષિતની જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy