________________
શિષ્યોરીની મીમાંસા ૭ ૧૯૧ નિયમને બાજુએ મૂકી અસંમત દીક્ષાના અપવાદવિધાનને જ મુખ્યતઃ આગળ ધરે છે અથવા તેને અવલંબે છે. તેઓ તીર્થંકરની આજ્ઞાને છોડી આડે રસ્તે ચાલતા હોવાથી અનુક્રમે ચારિત્રભ્રષ્ટ જ થાય છે. ભાષ્ય અને ચૂર્ણિના આ છેલ્લા અને સખત કથન ઉપરથી તે વખતની ગુરુઓની દિક્ષા આપવાની પ્રવૃત્તિ ઉપર બહુ સ્પષ્ટ પ્રકાશ પડે છે; અને આર્ય રક્ષિતનો દાખલો કેટલે અંશે સ્વીકા૨વા યોગ્ય છે એ બાબત ઉ૫૨ જરા પણ શંકા ન રહે તેવો પ્રકાશ પડે છે. અહીં સુધી તો ઉત્સર્ગ અને અપવાદને લગતી જે ટૂંક હકીકત મળે છે તેની વિચારણા થઈ. પરંતુ ઉત્સર્ગ અને અપવાદ એ શી વસ્તુ છે ? એ બંનેનો શો સંબંધ છે ? અને કઈ હદ સુધી એ સંબંધ સચવાઈ રહે છે ? એ વસ્તુ જાણ્યા વિના પ્રસ્તુત ચર્ચા અસ્પષ્ટ અને અધૂરી રહે. તેથી ટૂંકમાં એ વિશે પણ કંઈક લખી દેવું જોઈએ.
!
ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ. એ નિયમ કોઈ એક તત્ત્વ ઉપર ઘડાયેલો હોય છે. અપવાદ એટલે વિશેષ નિયમ. એ પણ ઉત્સર્ગના જ તત્ત્વ ઉપર ઘડાયેલો હોય છે. ઉત્સર્ગનો પ્રદેશ વિસ્તૃત હોય છે, અને અપવાદનો પ્રદેશ ઉત્સર્ગના પ્રદેશમાંથી જ કપાતો હોવાથી તે સ્વાભાવિક રીતે જ તેના કરતાં ટૂંકો હોય છે. ઉત્સર્ગ અને અપવાદનો સંબંધ પોષ્યપોષકપણાનો છે; એટલે કે, અપવાદ એ ઉત્સર્ગનો પોષક હોય છે, અને તે જ્યાં લગી ઉત્સર્ગનો પોષક રહી શકે ત્યાં લગી જ તે અપવાદ ગ્રાહ્ય છે, અને પછી તો તે ત્યાજ્ય બને છે. અપવાદ એ પ્રાસંગિક એટલે કોઈક જ સ્થળમાં અને કોઈક જ કાળમાં સ્થાન લે છે, જ્યારે ઉત્સર્ગ સર્વ દેશ અને સર્વ કાળમાં ચાલુ રહે છે. પ્રસ્તુત બાબતમાં ઉત્સર્ગ–અપવાદ આ રીતે સમજી શકાય. સંમત દીક્ષાનો ફલિત નિયમ એ ઉત્સર્ગ છે અને તે નિર્લોભત્વ તેમજ શાસન–પ્રતિષ્ઠાના તત્ત્વ ઉપર સ્થિર છે. અસંમત દીક્ષાનો અપવાદ જો અને જ્યાં લગી એ તત્ત્વોનો પોષક હોય તો અને ત્યાં લગી જ તે અપવાદકોટિ તરીકે ગ્રાહ્ય રહે છે. એટલે ઉત્સર્ગને મર્યાદા નથી હોતી, પણ અપવાદને દેશની, કાળની અને સંયોગોની મર્યાદા હોય છે. એ મર્યાદાનો સૂક્ષ્મ વિચા૨ સાધારણ લોકો ન કરી શકે એટલા જ માટે ભાષ્ય અને ચૂર્ણિમાં છેવટે કહેવું પડ્યું કે અપવાદને આગળ કરી જેઓ વર્તે છે તેઓ મંદધર્મી અને મૂલવ્યુત છે. અપવાદ એ અપવાદની મર્યાદામાં છે કે નહિ એને જાણવાનું સામાન્ય સાધન એટલું જ છે કે અસંમત દીક્ષા લેનાર અને આપના૨માં લોભ, ભય, અને શાસનઉપેક્ષા જેવા દોષો હોવા ન જોઈએ. આ દોષો મારા પોતામાં નથી અથવા તો તદ્દન ઓછા છે એમ તો સૌ કોઈ કહી શકે, પણ તેની ખરી પ્રતીતિ આજુબાજુના લોકોની એકમતી અથવા બહુમતીથી અથવા તો સમગ્ર સંઘની સંમતિથી જ થઈ શકે. જેનામાં લોભ ન હોય, ભય ન હોય અને શાસન માટે યથાર્થ આદર હોય તે શિષ્યો માટે લાંચ કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org