________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર ૦૨૬૯
(આધ્યાત્મિક) નથી. જૈન દૃષ્ટિ પ્રમાણે મોક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્ત્વ ધરાવે છે. શરીરસ્વાસ્થ્ય સમાજબળ આદિ ઉદ્દેશો ખરા મોક્ષસાધક આદર્શ બ્રહ્મચર્યમાંથી સ્વતઃ સિદ્ધ થઈ જાય છે.
:
બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગો નક્કી ક૨વામાં આવ્યા છે : પહેલો ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ વિરોધી કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેના સ્થૂલ વિકારવિષને બ્રહ્મચર્યજીવનમાં પ્રવેશવા નથી દેતો; અર્થાત્ તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે, પણ તેનાથી કામસંસ્કાર નિર્મૂળ થતો નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કા૨ને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે; અર્થાત્ તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. જૈન પિરભાષામાં કહીએ તો ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય ઔપશમિકભાવે સિદ્ધ થાય છે, અને જ્ઞાનમાર્ગથી ક્ષાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં પણ બહુ ઉપયોગી મનાયો છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેના ઉપર જૈન શાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એ ક્રિયામાર્ગમાં બાહ્ય નિયમોનો સમાવેશ થાય છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન અર્થાત્ વાડ. એવી ગુપ્તિઓ નવ ગણવામાં આવી છે. એક વધુ નિયમ એ ગુપ્તિઓમાં ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યાં છે. એ નિષેધાત્મક સમાધિસ્થાનોને બ્રહ્મચારી પાસે પળાવવા જે રીતે જૈન શાસ્ત્રમાં અખત્યાર કરવામાં આવી છે તે ભારત વર્ષમાં બીજા દર્શનોમાં પણ પ્રસિદ્ધ અને જૂની છે. બ્રહ્મચર્યના ઉમેદવાર પુરુષને સ્ત્રીજાતિના આકર્ષણથી મુક્ત રાખવા અને સ્ત્રી કલેવર તરફ પ્રબળ ઘૃણા થાય, સ્ત્રી-સ્વભાવમાં દોષ દેખાય અને સ્ત્રીજાતિ મૂળથી જ દોષની ખાણરૂપ છે એવી પ્રતિતી થાય તે માટે ક૨વું જોઈતું બધું વર્ણન શાસ્ત્રમાં છે. તે ઉપરાંત સમાજભય, રાજભય અને પરલોકભય દ્વારા તેમજ કીર્તિ, પ્રતિષ્ઠાની સિદ્ધિ અને દેવી સુખના પ્રલોભન દ્વારા પણ એ ઉમેદવાર બ્રહ્મચર્યને વળગી રહે તે માટે અદ્ભુત વર્ણનો અને કલ્પનાઓ છે. ક્રિયામાર્ગ દ્વારા બ્રહ્મચર્યને સ્થૂલ રક્ષણ ગમે તેટલું મળતું હોય, છતાં તેમાં કામસંસ્કાર કાયમ રહેતો હોવાથી અને એમાં ઘૃણા ભય, લોભ આદિ બીજી અનિષ્ટ વૃત્તિઓ પોષાતી હોવાથી એ માર્ગની અપૂર્ણતા દૂર કરવા જ્ઞાનમાર્ગ યોજવામાં આવ્યો છે. જ્ઞાનમાર્ગમાં ધ્યાનનું સ્થાન મુખ્ય છે. ધ્યાન દ્વારા વિચારવિકાસ અને સ્વરૂપચિંતન સધાતાં કામાદિ બધી અનિષ્ટ વૃત્તિઓનાં બીજો બળી જાય છે. ધ્યાનના પ્રકારોમાં શુક્લ નામક ધ્યાન ઊંચ કોટિનું છે. તે યોગદર્શનપ્રસિદ્ધ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિને સ્થાને છે. જેમ ફક્ત બ્રહ્મચર્યવ્રત માટે ક્રિયામાર્ગનાં બાહ્ય વિધાનો તદ્દન જુદાં જ ક૨વામાં આવે છે તેમ જ્ઞાનમાર્ગનાં આંતરિક વિધાનો ફક્ત એ વ્રતને ઉદ્દેશી જુદાં પાડી ક્યાંય કહેવામાં આવ્યાં નથી; પણ ક્રોધ, મોહ, લોભાદિ બધા સંસ્કારોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org