________________
પુનઃ પંચાવન વર્ષે ૭ ૨૯૯ પ્રસ્તુત વાર્તાઓનાં મુખ્ય પાત્રોમાં મોટે ભાગે ક્ષત્રિય અવે વૈશ્ય વર્ણ નિહાળીએ છીએ. બ્રાહ્મણોએ જૈન પરંપરા સ્વીકાર્યાના દાખલા વિરલ છે, એ હકીકત જૈન ઇતિહાસમાં જાણીતી છે. આર્ય રક્ષિત બ્રાહ્મણ હતા અને જૈન ભિક્ષુ બન્યા તે એ વિરલતા જ સૂચવે છે.
પ્રાચીન આગમમાં કે તે ઉપરનાં ભાષ્ય, નિર્યુક્ત કે ચૂર્ણિ જેવા ટીકા ગ્રંથોમાં જે નાનીમોટી કથાઓ આવે છે તેમાંથી કેટલાંક પાત્રોનાં નામ, પ્રાતઃસ્મરણીય સ્મૃતિસંગ્રહરૂપે રચાયેલ ‘ભરહેસરબાહુબલી’ નામની એક પ્રદ્યબંધ પ્રાકૃત સજ્ઝાયમાં મળી આવે છે. એ સજ્ઝાયની સંસ્કૃત ટીકામાં ટીકાકારે તે તે સૂચિત પાત્રોની વિસ્તૃત જીવનરેખા આપેલી છે. પ્રસ્તુત વાર્તાના લેખકે એ ટીકાગત જીવનરેખાોનો આધાર કેટલીક વાર્તાઓમાં લીધો છે, તો કેટલીક વાર્તાઓના આધાર તરીકે એમણે પ્રબંધચિંતામણિ જેવા મધ્યકાલીન પ્રબંધસાહિત્યનો ઉપયોગ કર્યો છે. વાર્તાઓનો સામાન્ય સૂર
લેખકે પ્રત્યેક વાર્તા દ્વારા જે રહસ્ય સૂચિત કરવા ધાર્યું છે તેવો સ્ફોટ કરતાં પહેલાં, સમગ્ર વાર્તાસંગ્રહનો એકંદર અને સમાન્ય સૂર શો છે તે જાણવું યોગ્ય લેખાશે. બધી વાર્તાઓનો એકંદરે અને સામાન્ય સૂર છે વીરવૃત્તિ દર્શાવવાનો. ભલે એ વૃત્તિ જુદી જુદી રીતે, અને જુદે જુદે માર્ગે તેમજ જુદે જુદે પ્રસંગે તીવ્ર કે તીવ્રતમ રૂપે આવિર્ભાવ પામતી હોય, પણ સંગ્રહમાંની એવી એક વાર્તા નથી કે જેમાં વીવૃતિનો ઉદ્રેક સૂચવાતો ન હોય. વીરતાનું મૂળ ઉત્સાહમાં છે. ઉત્સાહ એ એક ચાલુ જીવનક્રમના સામાન્ય વહેણમાંથી છલાંગ મારી છૂટવાનો અને કેટલીક વાર તો આ છેડેથી તદ્દન સામે છેડે જઈ ઊભા રહેવાનો વીર્યપ્રધાન ઉલ્લાસ છે.
પરલક્ષી અને સ્વલક્ષી વીરવૃત્તિ
આવો ઉલ્લાસ એ જ મનુષ્યને ઇતર પ્રાણીઓથી જુદો પાડે છે. વાઘ, સિંહ જેવા ક્રૂર અને તોફાની પ્રાણીઓમાં શક્તિનો ઊભરો દેખાય છે. કેટલીક વાર તે વીરવૃત્તિનું રૂપ પણ ધારણ કરે છે, પણ એ વૃત્તિ મનુષ્યની વીરવૃત્તિ કરતાં નોખી છે. પ્રચંડ બળશાળી અને આવેગી ઇતર પ્રાણીઓનો જુસ્સો છેવટે પરલક્ષી હોય છે; એનો કોઈ વિરોધી હોય તેની સામે જ તે ઠલવાય છે. ઇતર પ્રાણીઓનો જુસ્સો કદી સ્વલક્ષી બની જ નથી શકતો; પોતાના વિરોધી કે દુશ્મનને મારી કે ફાડી ખાવામાં જ એ પિરણમે છે. જ્યારે મનુષ્યનો વિર્યોલ્લાસ અગર જુસ્સો એ પરલક્ષી હોય છતાં તે સ્વલક્ષી પણ બને છે. મનુષ્ય વધારેમાં વધારે જ્યારે આવેગમાં તણાતો હોય અને પોતાના વિરોધીની સામે સમગ્ર શક્તિ અજમાવતો હોય ત્યારે પણ એનામાં એવી એક શક્યતા રહેલી છે કે તેનો એ પરલક્ષી જુસ્સો સાવ દિશા બદલી સ્વલક્ષી બની જાય છે અને તે જ વખતે તેને પોતાની જાત ઉપર પોતાનો ગુસ્સો કે આવેગ ઠાલવવાનો પ્રસંગ ઊભો થાય છે. એ જ સ્વલક્ષી વીરવૃત્તિ છે અને એ જ માનવતાની માંગલિક ભૂમિકા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org