________________
૨૯૮ • જૈન ધર્મ અને દર્શન રચાયેલ કેટલીક કથાઓમાં તે કેન્દ્રના પડઘા છે. જ્યારે જેને પ્રભાવ પશ્ચિમ હિન્દુસ્તાનખાસ કરીને ગુજરાત–માં આગળ વધ્યો ત્યારે લખાયેલ સાહિત્યમાં એ કેન્દ્રના પડઘા છે. આ રીતે પરંપરાના પ્રભાવના કેન્દ્રના પરિવર્તન સાથે જ કથાઓએ જૈન સાહિત્યમાં નવા નવા પોશાક ધારણ કર્યા છે. આ વસ્તુ પ્રસ્તુત સંગ્રહના લેખકે દરેક વાતની માંડણીમાં એનો જે પરિચય આપ્યો છે તે ઉપરથી જ વાચક સમજી શકે તેમ છે. પ્રસ્તુત વાર્તાઓનાં પાત્રો અને તેનો આધાર
પ્રસ્તુત સંગ્રહમાંની બાર વાર્તાઓ પૈકી એક વાર્તાઓનાં મુખ્ય પાત્ર ઐતિહાસિક છે; જેવાં કે કોણિક, ચેક, હલ્લ, વિહલ, મૃગાવતી, શકટાળ, આર્ય રક્ષિત, ઉદયન મંત્રી, આમ્રભટ જેવાં, અને તેની સાથે સંકળાયેલી હકીકતો કેટલેક અંશે ઐતિહાસિક છે, જ્યારે બીજી વાર્તાઓને ઐતિહાસિક કહેવા જેટલો આધાર નથી. તેમ છતાં એ વાર્તાઓનું મૂળ વસ્તુ પ્રાચીન જૈન સાહિત્યમાં અત્યારે પણ ઉપલબ્ધ છે.
કેટલીક વાર્તાઓનાં મૂળ તો જૈન આગમમાં પણ છે; જેમકે, નંદિષેણ, સંયતિરાજ, કપિલકુમાર, ધના-શાલિભદ્ર, શાલ-મહાશાલ; જ્યારે કેટલીકનાં મૂળ નિર્યુક્તિ અને શૂર્ણિ આદિમાં છે, તો બીજી કેટલીકનાં મૂળ ગુજરાતમાં લખાયેલ પ્રબન્ધસાહિત્યમાં છે, જેમકે ઉદયન મંત્રી, આમ્રભટ અને ભૂયરાજ*
જૈન પરંપરા બૌદ્ધ જેવી અન્ય શ્રમણ પરંપરાઓની પેઠે જ બ્રાહ્મણ- વર્ગ પ્રધાન નથી. એમાં ક્ષત્રિય અને ગૃહપતિ વૈશ્યનું પ્રાધાન્ય રહેતું આવ્યું છે. તેથી જ આપણે
* આ સંગ્રહમાંની વાર્તાઓનાં પ્રાચીન મૂળ નીચે મુજબ મળે છે:
પહેલી વાતના મુખ્ય પાત્ર મંદિરેણનો ઉલ્લેખ આવશ્યકચૂર્ણિના ચોથા અધ્યયનમાં તથા નંદીસૂત્રમાં ઔત્પત્તિકી બુદ્ધિના વર્ણન પ્રસંગે મળે છે.
બીજી વાર્તાના નાયક સંયતિરાજનો અને છઠ્ઠી વાતના કપિલકુમારનો ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે.
ત્રીજી વાતમાંના રુદ્રોમા અને આર્યરક્ષિતનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિ ચૂર્ણિ અને દશવૈશાલિકની અગત્યસિંહની ચૂર્ણિમાં છે. આ ચૂર્ણિ મુ. શ્રી. પુણ્યવિજયજીને સર્વથા નવી જ મળી છે, ને તે બીજી બધી ચૂર્ણિઓ કરતાં ઘણી જૂની છે.
ચોથી વાર્તામાંના શકાળ મંત્રીનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિમાં તેમજ બૃહત્કલ્પમાં છે. પાંચમી વાતમાંના ધના-શાલિભદ્રનો ઉલ્લેખ ઠાણાંગસૂત્રના દશમા સ્થાનકની ટીકામાં
સાતમી શાલ-મહાશાલની વાતનું મૂળ ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની ચકામાં છે.
આઠમી મૃગાવતીની તથા નવમી કોણિકચેટકની વાર્તાનું મૂળ મહાવીરચરિત્રમાં છે. એમાંના હલ્લવિહલ્લનો ઉલ્લેખ ભગવતીસૂત્રના સાતમાં શતકના નવમા ઉદ્દેશકમાં છે.
- દસમી ઉદયન મંત્રી, અગિયારની આમ્રભટ અને બારમી ભૂયરાજની વાર્તાનો આધાર પ્રબંધચિતામણિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org