SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ - ૧૦૩ અને છતાં નિશ્ચયર્દષ્ટિએ ચેતન કે બ્રહ્મનું સ્વરૂપ અનાદિ કાળથી એવું જ મનાયું છે જેવું કે ભવિષ્યમાં મોક્ષપ્રાપ્તિ પછી આવિર્ભત થવાનું હોય. ખરી રીતે એક કોયડો અત્યાર લગી અણઉકેલાયેલો જ રહ્યો છે કે જો બંને તત્ત્વો મૂળે એકબીજાથી સાવ વિરુદ્ધ સ્વભાવનાં હોય અને બંનેનો એકબીજા ઉપર પ્રભાવ પડ્યો હોય તો તે શા કારણે અને ક્યારે? વળી જો ભવિષ્યમાં કદી પણ એકનો પ્રભાવ બીજા ઉપરથી નાબૂદ થવાનો હોય તો ફરી એવો પ્રભાવ એના ઉપર નહિ પડે એની શી ખાતરી ? તેમ છતાં એ અણઉકેલાયેલ કોયડા ઉપર જ આધ્યાત્મિક માર્ગનું મંડાણ છે અને તે દ્વારા જ અનેક ચારિત્રમાર્ગના ગુણો મનુષ્યજાતિમાં વિકાસ પામ્યા છે. જેને પરંપરાની નિશ્ચયદૃષ્ટિ તે બૌદ્ધો અને વેદાંતીઓની પરમાર્થદષ્ટિ અને જૈન પરંપરાની વ્યવહારદષ્ટિ તે બૌદ્ધોની સંસ્કૃતિ અને વેદાંતીઓની માયા અગર અવિદ્યા. દેવચંદ્રજીએ જે તત્ત્વ આ બીજી કડીમાં અનગાર પરંપરાની લૂખી વાણીમાં ગાયું છે તે જ તત્ત્વ સાંખ્ય અને વેદાન્ત પરંપરાના ગૃહસ્થાશ્રમાનુભવી ઋષિઓએ સ્નિગ્ધ ને રસિક વાણીમાં ગાયું છે. કપિલ એ વસ્તુને એક રીતે વર્ણવે છે તો ઉપનિષદના ત્રષિઓ એ જ વસ્તુને જરાક બીજી રીતે વર્ણવે છે. દાંપત્યજીવનની પેઠે સંસારજીવન એક નાટક છે. ગૃહસ્થાશ્રમનાં બે જ પાત્રો કપિલે કચ્યાં છે. એ બંનેને સ્ત્રી-પુરુષના અગર પત્ની-પતિના રૂપકનો આશ્રય લઈ કપિલે અનુક્રમે પ્રકૃતિ અને પુરુષ નામે ઓળખાવ્યાં છે. કપિલના રૂપક પ્રમાણે પ્રકૃતિ કુળવધૂ જેવી છે અને તે પુરુષ સમક્ષ આપમેળે જ બધું નાટક ભજવે છે. તેને ખાતરી થાય છે કે પુરુષે મારું રૂપ જોઈ લીધું. ત્યારે કતાર્થતાની સાથે શરમાઈ પોતાનો ખેલ સમેટે છે. પ્રકૃતિની લીલાની શરૂઆતથી એની સમાપ્તિ સુધીમાં પુરુષ કશું પણ નથી કરતો કે કરાવતો; એ તો લીલાના પ્રેક્ષક તરીકે તદ્દન તટસ્થ રહે છે. પ્રકૃતિ પોતે જ લીલાની કર્તાધર્તા છે અને પોતે જ એ લીલાને સમેટનાર છે. તેમ છતાં પુરુષ બદ્ધ કે મુક્ત મનાય છે. વાસ્તવમાં તે નથી બદ્ધ કે નથી મુક્ત. કપિલની આ કલ્પનાને બીજા એક ઋષિએ એક નવા જ રૂપકમાં વ્યક્ત કરી છે. તે કહે છે કે અજા એટલે કે બકરી એક છે અને તે લાલ, સફેદ, કાળા વર્ણની અથૉત્ કાબરચીતરી છે અને પોતાના જેવી જ સંતતિ સરજી રહી છે. આ સર્જનક્રિયામાં અજ એટલે બકરી અજાને સેવવા છતાં પણ સદા અવિકારી રહે છે અને ભક્તભોગ અજાને તટસ્થપણે જ નિહાળે છે. સાંખ્યના આ મતમાં બધું કર્તૃત્વ, લેપની બધી જ જવાબદારી માત્ર પ્રકૃતિતત્ત્વ ઉપર છે; પુરુષ કોઈપણ જાતના કર્તુત્વ વિનાનો માત્ર તટસ્થ પ્રેક્ષક છે. ઉપનિષદના અનેક ઋષિઓએ જે વર્ણવ્યું છે તેમાં સ્પષ્ટપણે પુરુષનું જ કર્તુત્વ ભાસે છે. એ ઋષિઓ કહે છે કે આત્મા (બ્રહ્મ કે સત્ તત્ત્વ) પહેલાં એકલો હતો. એને એકલપણામાં રસ ન પડ્યો અને અનેકરૂપ થવાની ઈચ્છા થઈ. એ ઈચ્છામાંથી અજ્ઞાત માયાશક્તિ દ્વારા જ તે અનેકરૂપ થયો. આ અનેકરૂપતા એ જ સંસાર. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy