________________
૧૦૪૨ જૈન ધર્મ અને દર્શન
વર્ણનમાં બધું જ કર્તૃત્વ આત્માનું છે – પુરુષનું છે. માયા કે શક્તિએ સર્જનમાં મદદ આપી હોય તો તે પણ આત્માની કામના અને તપસ્યાને લીધે. ઉપનિષદની માયામાં સ્વતંત્રપણે છે. ઉપનિષદના મતમાં રામના પૌરુષ અને સીતાના અનુગમન માત્રના સંબંધનું પ્રતિબિંબ દેખાય છે, જ્યારે કપિલના મતમાં કૃષ્ણ અને ગોપીકૃત રાસલીલા અને કૃષ્ણના માત્ર પ્રેક્ષકપણાનું પ્રતિબિંબ નજરે પડે છે. સંસારનાટકના ખેલની પૂરી જવાબદારી એકને મતે પ્રકૃતિમાં છે, તો બીજાને મતે પુરુષમાં છે. આ બંને દેખીતા પરસ્પરવિરુદ્ધ મતો છે, અને તેથી તે એકાંત જેવા લાગે છે. દેવચંદ્રજી બીજી કડીમાં જૈન દૃષ્ટિ રજૂ કરે છે, પણ તેમનો હું સ્વરૂપ નિજ છોડી રમ્યો ૫૨ પુદ્ગલે' એ શબ્દથી વ્યક્ત થતો ઝોક ઉપનિષદના ઝોક જેવો છે. દેવચંદ્રજીનો ‘હું' પોતે જ વિમાસણમાં પડે છે કે મેં મારું સ્વરૂપ આપમેળે જ છોડ્યું અને હું પૌદ્ગલિક લીલામાં રસ લેતો થયો. દેવચંદ્રજીનો ‘હું’ પુદ્દગલ કે કર્મને દોષ ન દેતાં બધો જ દોષ પોતાને માથે વહોરી લે છે. આટલી ચર્ચા ઉપરથી વાચકો એ વિચારી શકશે કે જુદા જુદા આધ્યાત્મિક ચિંતકોએ એક જ વસ્તુ અનેકરૂપે વર્ણવી છે. કોઈ પ્રકૃતિ, પુદ્ગલ યા માયા ઉપર દોષનો ટોપલો ઠાલવે છે તો બીજો કોઈ પુરુષ, આત્મા કે જીવ ઉપર. કહેવાની ભંગી કે શૈલી ગમે તેવી હોય, તેને અંતિમ સિદ્ધાંત માની એ વાદમાં પડી જવું એ આધ્યાત્મિકતા નથી. મૂળ વસ્તુ એટલી જ છે કે વાસના કે અજ્ઞાનને ઘટાડવાં કે નિર્મૂળ કરવાં.
જૈન દૃષ્ટિ માને છે કે જે નાટક, જે પરિણામ કે જે ખેલ કોઈ એક પાત્રથી ભજવાતો નથી એનું કર્તૃત્વ બંનેને ફાળે જાય છે. અલબત્ત, એમાં એકનો હિસ્સો અમુક રીતે હોય ને બીજાનો બીજી રીતે, પણ અજા સંતતિ પેદા કર્યા કરે અને એમાં અજને કશો રસ નથી એમ કહેવાનો કશો અર્થ નથી. એ જ રીતે આત્મા એકલો મટી બેકલો થાય છે, ત્યારે પણ એને બીજા કોઈ અજ્ઞાત તત્ત્વની મદદ હોય છે.
માત્ર તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં જ આવા સામસામે ટકરાતા વાદો નથી, પણ એ વાદોનું મૂળ માનવસ્વભાવની સામાન્ય ભૂમિકામાં છે. અત્યારે પણ કેટલાય દુન્યવી દૃષ્ટિએ એમ જ માને છે અને કહે છે કે સ્ત્રીએ જ પુરુષને પાશમાં બાંધ્યો--ફસાવ્યો. એનું આકર્ષણ એ જ પુરુષનું બંધન. બીજા ઘણાય એમ કહે છે કે પુરુષ જ એવો ધૂર્ત છે કે તે ભોળી અને ગભરુ નિર્દોષ સ્ત્રીજાતિને પોતાની જાળમાં ફસાવે છે. આપણે આ બંને કથનમાં જોઈ શકીએ છીએ કે કહેવાની રીતમાં જ ફેર છે. એકનું આકર્ષણ ગમે તેટલું હોય, છતાં બીજામાં અમુક પ્રકારનું આકર્ષણ ક૨વાની અને આકર્ષિત થવાની શક્તિ ન હોય તો બંનેનો યોગ સિદ્ધ જ ન થાય. તેથી જૈન દૃષ્ટિ સંસારમાં જીવઅજીવ બંને તત્ત્વનું અપેક્ષાભેદથી કર્તૃત્વ સ્વીકારે છે.
બાઇબલનો ઈશ્વરચિત આદમ એડનના બાગમાં એકલો હતો અને પછી તે પોતાની જ પાંસળીમાંથી બેકલો થયો. જ્યારે ઈવ સામે આવી ત્યારે જ વાસનાના સર્પે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org