________________
આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ - ૧૦૫ તેનામાં સળવળાટ પેદા કર્યો, અને ઈવે જ આદમને છેવટે લલચાવ્યો. આ રૂપક ઉપનિષદના એક આત્મામાંથી બહુ થવાના રૂપકને મળતું છે; જ્યારે બર્નાર્ડ શોના ‘Man and Superman' નાટકમાંનો પુરુષ સ્ત્રી દ્વારા જ સ્ત્રીની પોતાની રતિ અને સગવડ ખાત૨ સર્જાયેલો છે – ભલે પછી તે આગળ જતાં પોતાની સર્જનહારીનો સ્વામી બની ગયો હોય. શોના આ કથનની પાછળ કપિલનું રૂપક ભૂમિકારૂપે હોય તો ના નહિ. તત્ત્વજ્ઞ આવાં રૂપકો વાંચે, સાંભળે અને વિચારે; પણ તેમાંથી એકે રૂપકને અંતિમ માની તેના ઉપરથી સિદ્ધાંત ન તારવે એટલું જ અહીં વક્તવ્ય છે.
રાગ-દ્વેષ અને અજ્ઞાનનો દોષ એ જ કડીના ઉત્તરાર્ધમાંનો આસવ છે અને એ દોષથી થનાર લેપ તે બંધ છે. આ જૈન પરિભાષાના આસવ અને બંધ બધાં જ આસ્તિક દર્શનોએ જુદે જુદે નામે વર્ણવ્યાં છે. દેવચંદ્રજીનો ‘હું' આત્મનિરીક્ષણપૂર્વક પશ્ચાત્તાપની ઊંડી વેદના સાથે પોકારી ઊઠે છે કે હું' પોતે જ દૂષિત છું, હું પોતે જ લેપ માટે જવાબદાર છું અને છતાં બીજા ઉપર દોષ મૂકું છું. ખરી રીતે પુદ્ગલ કે જગતના બીજા જીવજંતુઓ મારા પતન માટે જવાબદાર નથી; મારા પોતાના પતનની પૂરી જવાબદારી મારી જ છે. દેવચંદ્રજીના ‘હું” ના આ ઉદ્ગારો પુરુષાર્થ ભણી પ્રેરનારા છે. જો બીજા કોઈનો દોષ ન હોય, પોતાના પતનમાં બીજા કોઈની જવાબદારી કે નિયતિ અથવા યદચ્છા કામ કરી રહી ન હોય તો એ દોષથી બચવાનો આધાર પણ બીજા ઉપર રાખી ન શકાય. આ ભાવના મૂળે આત્મોદ્ધાર માટે મહાવીરે ઉપદેશેલ પરાક્રમ કે વીર્ય – પ્રયોગવાદને જ આભારી છે. જૈનદર્શન સ્પષ્ટપણે પોતાનો ઉદ્ધાર પોતે જ
.
કરવામાં માને છે, ભલે તે ઈશ્વર કે ગુરુના આલંબનની દ્વૈતવાણી ઉચ્ચારે.
ત્રીજી કડી.
અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તનું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું; સ્યાદ્વાદની રીત, ન દેખું નિપણું.
આ ત્રીજી કડીમાં દેવચંદ્રજીએ માત્ર પોતાના જીવનનો જ નહિ, પણ પોતાની આસપાસના જૈન સમાજનો હૂબહૂ ચિતાર, કોઈપણ જાતના સંકોચ વિના કે કોઈની શરમ રાખ્યા વિના એક સાચા આધ્યાત્મિકને છાજે એ રીતે, ચીતર્યો છે. દેવચંદ્રજીએ ‘રત્નાકર–પચ્ચીશી'નો અનુવાદ કરેલો છે. રત્નાકર-પચ્ચીશીનો કર્તા પણ પોતાના અવગુણનું નગ્ન સત્ય સ્પષ્ટપણે વર્ણવે છે. દેવચંદ્રજી જાણે કે એને જ અનુસરતા હોય તેમ પોતાની રહેણીકરણીનો વિવેક કરી કહે છે કે હું સાધુ તરીકે જે જીવન જીવું છું તે માત્ર દેખાવનું જ છું. હું પોતે જે સંપ્રદાયમાન્ય ક્રિયાકાંડની ઘાણીની આસપાસ ફરું છું તે લોકોને દેખાડવા કાજે. સ્કૂલદર્શી લોકો સામાન્ય રીતે ઉપર ઉપરના જ ધાર્મિક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org