SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૧૯૯ લેતા અને ફરી એવા આઘાતોથી બચવા કળ અને બળ વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી ધાર્મિક સ્વતંત્રતા સચવાવાનાં વચનોની વારંવાર રાજ્યકર્તાઓ તરફથી ઘોષણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ કે હવે તો કોઈ મૂર્તિ કે મંદિર તરફ હાથ ઉગામતું નથી. એક રીતે એ શાંતિ રાજ્યકર્તાઓએ અર્પે એ બદલ થોડો તેમનો આભાર માનીએ, પણ બીજી રીતે એમણે રાજ્યતંત્રની ગોઠવણ જ એવી કરી છે કે તમે પોતાની મેળે જ પોતાનાં મૂર્તિ અને મંદિરો પર હથોડાઓ ઠોકો, કુહાડાઓ મારો અને માથાં પણ ફોડો. બહારનો કોઈ તીર્થભંજક ન આવે એવી વ્યવસ્થા તો સરકાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાચવવા ખાતર કરે જ છે, પણ તમે પોતે જ પોતાના તીર્થભંજક થાઓ અને ઘરબારથી પણ બરબાદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી બરબાદી અટકાવવામાં સરકાર ધાર્મિક સ્વતંત્રતામાં દખલગીરી માને છે. એણે એવું તંત્ર ઊભું કર્યું છે કે તમે પોતે જ રાત અને દિવસ એકબીજાનાં મૂર્તિ અને મંદિરો તોડ્યા કરો અને કહ્યા કરો કે આ રાજ્યતંત્રમાં અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે! સીધી રીતે કોઈ અમલદાર કે કાયદો તમને નથી કહેતો કે તમે તમારાં જ મંદિરો ઉપર હથોડા મારો, પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય વચનોની મોહની જ એવી છે કે તમે હંમેશાં એકબીજાનાં મૂર્તિ અને મંદિરો તોડ્યા કરો અને અંદરોઅંદર લડ્યા કરો. ક્યારેક જીતથી હરખાઈ અને ક્યારેક હારથી નાખુશ થઈ હંમેશાં તમે લડવાને તૈયાર રહો એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન સમજવાથી જ આપણે પ્રીવીકાઉન્સિલ સુધી દોડીએ છીએ અને જાણે કેળવાયેલા ગણાતા સાંપ્રદાયિક વકીલોને એ સિવાય બીજું કામ જ ન હોય અથવા એ સિવાય એક કાર્યમાં તેમને આસ્તિકતાની છાપ જ ન મળવાની હોય, તેમ તેઓ આ દેશમાં અને વિલાયતમાં તીર્થોની લડાઈમાં પોતાની બધી જ શક્તિ ખર્ચી રહ્યા છે. આપણા દેશમાં સૌથી મોટો સત્યનો ઉપાસક પેદા થયો છે એમ તે વકીલો અને આગેવાન પૈસાદારો માને છે, છતાં તકરારનો ચુકાદો એમને મન એમને હાથે કરતાં બીજા કોઈને હાથે વધારે સારો થવાનો સંભવ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્રનું સ્વરૂપ સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીસ વર્ષનો તીર્થોની હારજીતનો ઇતિહાસ જો આપણે વાંચીએ અને અત્યારે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે આવા ઝઘડાઓ ચાલે છે, તે કોણ ચલાવે છે, કેમ પોષાય છે અને એના મૂળ વાંધાઓ શા છે એ જો જાણીએ તો આપણને આપણી મૂર્ખતાના ભાન ઉપરાંત એ મૂર્ખતાનું પોષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાનો પટ્ટો આપનાર, રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાંના કોઈ આ દૃષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તો એ છે કે ઝનૂની મુસલમાનોના રાજ્યકાળ દરમિયાન તેમને હાથે થયેલા નુકસાન કરતાં આ રાજ્યકાળ દરમિયાન આપણે આપણા હાથે જ તીર્થરક્ષા નિમિત્તે તીર્થનો અને તેના ઉદેશનો વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy