________________
જૈન દષ્ટિએ બહ્મચર્ય-વિચાર • ૨૮૧ નથી મનાતો, માત્ર તેને અતિચાર જ લાગે છે એમ ધર્મશાસ્ત્ર કહે છે અને સમાજ તો દેશાચાર કે રૂઢિને નામે એનો બચાવ પણ કરી લે છે, ત્યારે પતિવ્રતા સ્ત્રીને પરપુરુષ સાથે બીજું તો કાંઈ નહિ પણ માત્ર હાસ્યનો – નિર્દોષ હાસ્યનો પ્રસંગ આવી જાય તો તેમાં તેના પાતિવત્યને શકિત માનવામાં આવે છે. એટલું જ નહિ, પણ એવી નિર્દોષ સ્ત્રી કુલટાકોટીની મનાઈ હોય એવા અનેક દાખલા ધર્મશાસ્ત્રોમાં આજ પણ ઉપલબ્ધ છે. આપણા દેશમાં સ્ત્રીપુરુષના અધિકારનું વૈષમ્ય આચાર અને વિચારમાં ઘણા કાળથી ચાલ્યું આવે છે; એનો પડઘો ધર્મવિધાનના ક્ષેત્રમાં પણ પડે તે સ્વાભાવિક છે.
- આ જાતના પુરુષપ્રધાન્યવાદની અસર સ્વાદરસંતોષવ્રત ઉપર એક બીજી પણ થયેલી છે, જેનો વૃત્તાંત આ પ્રમાણે છે. ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકોનાં-ગૃહસ્થોનાં વ્રતો અને તેમના અતિચારોનો ઉલ્લેખ છે. તેમાં ચોથા અણુવ્રત તરીકે સ્વદારસંતોષને અને તેના પાંચ અતિચારોને જણાવેલા છે. પણ પછીના વ્યખ્યાકારો શરૂઆતના પહેલા બે અતિચારોનો વિભાગ બીજી રીતે બતાવે છે. તેઓ કહે છે કે જે પુરુષ સ્વદારસંતોષી છે તેને જ પહેલા બે અતિચાર સંભવી શકે છે અને જે પુરુષ માત્ર પરદારવર્જક છે તેને માટે તો એ બે અતિચાર રૂપ જ નથી.
સ્વદારસંતોષનો આગળ જણાવેલો પંચસાક્ષીએ પરણેલી સ્ત્રી સિવાયની બધી સ્ત્રીઓને ત્યાગવાનો વિશાળ અર્થ જ ચાલુ રહ્યો હોત તો અતિચારોના આ વિભાગને જરા પણ સ્થાન ન મળત. ટીકાકારો કહે છે કે સ્વાદારસંતોષને પાળનારા પુરુષો સમાજમાં બે પ્રકારના મળે છે : એક તો એવા કે જેઓ માત્ર પરદારવર્જક છે અને બીજા માત્ર સ્વરસંતોષી છે. પરદારવર્જક એટલે જેઓ માત્ર પારકી સ્ત્રીઓને – બીજાએ પંચસાક્ષીએ સ્વીકારેલી સ્ત્રીઓને – જ વર્જે છે, નહિ કે વેશ્યાને તથા જેમને લોકો પરસ્ત્રી તરીકે નથી માનતા એવી સ્ત્રીઓને આવા પરદારત્યાગીની મર્યાદામાં વેશ્યા વગેરેનો નિષેધ નથી જ આવતો. એવો પુરુષ વેશ્યાદિગમન કરે તો પણ તેનું વ્રત અખંડિત રહે છે, અંશે પણ દૂષિત થતું નથી. એનું કારણ એ છે કે લોકો વેશ્યા વગેરેને પરદારા નથી જ માનતા. આમ છે માટે પરદારત્યાગીને પહેલા બે અતિચાર રૂપે નથી જ ઘટતા. હવે જે પુરુષ સ્વાદરસંતોષી છે, જેના વ્રતની મર્યાદા પોતાની સ્ત્રીથી આગળ જતી જ નથી, જેને પોતાની સ્ત્રીમાં જ સંતોષ માનવાનું વ્રત છે તેને કદાય વેશ્યાદિકને પોતાની
સ્ત્રી તરીકે બનાવી પ્રસંગ કરવાની છૂટ ઊભી થાય તેથી જ એને સારું તે છૂટ તદ્દન નિષિદ્ધ છે. છતાંય કદાચ તે એવી છૂટ લે તોપણ તેના વ્રતનો સર્વથા ભંગ તો મનાતો નથી, માત્ર આંશિક દૂષણ મનાય છે.
ઉપર્યુક્ત અતિચારવિભાગની કલ્પનાની આપણે કળી શકીએ છીએ કે સ્વદારસંતોષનો અર્થ એ વ્યાખ્યાકારોના જમાનામાં કાંઈક સંકીર્ણ થયેલો જણાય છે.
૧૯. કલાવતી અને સુભદ્રાના વૃત્તાંત માટે જુઓ ભરતબાહુબલિની વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org