________________
૩૦. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ
હજારો વર્ષ પહેલાં પણ ચંડાળો અને અંત્યજો તરફ અત્યાર જેટલી જ, કદાય તેથીયે વધારે અને ઘણી વધારે ધૃણા તેમજ તુચ્છ દૃષ્ટિ હતી. તે વખતના જૂના બ્રાહ્મણસૂત્રો વાંચવાથી અંત્યજો તરફની લાગણીનો ખ્યાલ આવે. ભગવાન મહાવીરે પોતાના જીવનથી એ વસ્તનો વિરોધ કર્યો, અંત્યજો અને અસ્પૃશ્યોને સાધુસંઘમાં દાખલ કર્યા. તેથી બ્રાહ્મણ અને બીજા વૈદિક ઉચ્ચવર્ણમાં ક્ષોભ પ્રગટ્યો, પણ ભગવાને જરાય પરવા ન કરી. '
અસ્પૃશ્યોને ગુરુપદ આપવું એનો અર્થ એ છે કે તેને બધી જ જાતની શક્તિ કેળવવા માટે સ્વતંત્રતા આપવી. તે વખતના જૈન રાજાઓ અને બીજા ગૃહસ્થો પણ એ અસ્પૃશ્ય જૈન ગુરુઓને અડકવામાં બહુમાન સમજતા, તેમને પગે પડતા અને બ્રાહ્મણ જૈન ગુરુ જેટલો જ તેમનો આદર કરતાં.
ઉત્તરાધ્યયનમાં ચિત્ત, સંભૂતિ અને હરિકેશબળના બે પ્રસંગો ભગવાનની એ હિલચાલના દાખલા છે. આ બે ઘટનાઓ કયે કાળે બની તે નક્કી નથી, પણ તે ભગવાનના સમયમાં અથવા પછી તરત જ બની હોવી જોઈએ. ચિત્ત અને સંભૂતિ બંને ચંડાળ બાળકો છે. જ્યારે બ્રાહ્મણોના અને બીજા વૈદિક લોકોના તિરસ્કારથી દુઃખી થઈ આત્માઘાત કરવા તેઓ તૈયાર થાય છે ત્યારે ભગવાનની સાચી દિશા જ તેમને બચાવી લે છે. આ વર્ણતિરસ્કાર સામેનો પહેલો દાખલો હરિકેશી ચંડાળ છે. તેને બધા વૈદિક લોકો તરછોડે છે અને ધિક્કાર વરસાવે છે, ત્યારે જૈન દીક્ષા એ ચંડાળપુત્રમાં માત્ર તેજ નહિ, પણ અસાધારણ તેજ દાખલ કરે છે.
આ સિવાય બીજા પણ કોઈ કોઈ વિરલ દાખલા છે. મુખ્ય મુદ્દો એ છે કે જૈનસંસ્કૃતિ એટલે જન્મથી નહિ પણ ગુણકર્મથી વર્ણભેદમાં માનનારી સંસ્કૃતિ. અલબત્ત, બૌદ્ધ સંસ્કૃતિ પણ તેવી જ છે, પણ દુઃખની વાત તો એ છે કે ભગવાન મહાવીરનો ઝંડો લઈ ફરનાર જૈન સાધુઓ એ સંસ્કૃતિ સાચવી ન શક્યા.
નવમા સૈકા સુધીના દિગંબર વિદ્વાનોએ બ્રાહ્મણોની જન્મસિદ્ધ ઉચ્ચતા અને અંત્યજોની જન્મસિદ્ધ નીચતા સામે જે તુમુલ યુદ્ધ શાસ્ત્રોમાં કર્યું હતું અને પશ્ચિમ તેમજ ઉત્તર હિન્દુસ્તાનના શ્વેતાંબર આચાર્યોએ જે વસ્તુ છેવટે સુધી શાસ્ત્રોમાં તત્ત્વદષ્ટિ સ્થાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org