________________
જૈન ધર્મ અને દર્શન
૫. સુખલાલજી
ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિસ્વાતંત્ર અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણ લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તો બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કને વધારેમાં વધારે છૂટ હોવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને રૂંધવામાં આવે તો તે તેના જીવનને ગૂંગળાવે છે અને શરીરના વિકાસને તદ્દન પુષ્ટિ આપવામાં આવે તો તેથી શરીર વધે છે અને મજબૂત બને છે, એ જ રીતે બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કશક્તિની છૂટથી ધર્મ વિકસે છે, તેના તરફની રુચિ વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org