________________
જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનનો આદર સહજ હોય જ છે, અને જરા ઓછો હોય તો એને જમાવવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તો જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શોધ માટે એમણે તન તોડ્યું, રાતદિવસ ન ગયાં અને તેમની જે ઊંડી શોધ જાણવા–સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org