________________
૧૦૮ • જૈન ધર્મ અને દર્શન સિદ્ધિની અગર ધાર્મિક ગણાવાની ઝંખના. ખરી રીતે વીતરાગ-સેવામાં આવી કોઈ દુન્યવી વાસનાને સ્થાન જ હોઈ ન શકે, અને હોય તો તે લોકોત્તર દેવની ભક્તિ ન કહેવાય. અન્ય પરંપરાનાં દેવ-દેવીઓને લૌકિક કહી તેમની સેવા-પૂજાને તુચ્છકારવી અને સ્વપરંપરામાં જ માત્ર લોકોત્તર દેવનો આદર્શ છે એમ કહ્યા છતાં એ લોકોત્તર દેવની આસપાસ પરપરંપરાનાં દેવ-દેવીઓની પૂજા સેવા પાછળ હોય છે તેવું જ માનસ પોષ્યા કરવું એ ન સાંપ્રદાયિક દંભ છે. એ જ સાંપ્રદાયિક દંભને દેવચંદ્રજીએ પોતાની જાત દ્વારા ખુલ્લો કર્યો છે, જે સૌને માટે પદાર્થપાઠ બને તેમ છે.
પાંચમી કડી મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ, શ્રી વજંધર અરિહંત, અનંત ગુણાક તે નિયામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે.
મહાવૈદ્ય ગુણયોગ, ભવ રોગ વારશે. આ પાંચમી કડીમાં દેવચંદ્રજી પોતાના સ્તુત્ય દેવ વજંધર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે અને એ વિશ્વાસને બળે એમ માનતા દેખાય છે કે આ ભગવાન મને અવશ્ય તારશે અને મારો સંસારરોગ નિવારશે.
- છઠ્ઠી કડી પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણે જો માહો, તો પામે પ્રમોદ, એહ ચેતન ખ; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની,
સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. આ છઠ્ઠી કડીમાં જૈન પરંપરામાં પ્રચલિત એવી એક માન્યતાનો ઉલ્લેખ છે. માન્યતા એવી છે કે જો સાધકને હું ભવ્ય છું એવી ખાતરી થાય તો તેનો પુરુષાર્થ ગતિ પામે છે, અને તે સિદ્ધિ માટે પૂર્ણ આશાવંત બને છે. આ કડી વાટે પ્રથમ દૃષ્ટિએ એમ પ્રગટ થાય છે કે જાણે દેવચંદ્રજીને પોતાની ભવ્યતા વિશે સંદેહ હોય અને તેથી સિદ્ધિની આશા જ બંધાતી ન હોય. આ સંદેહની ભૂમિકા ઉપર દેવચંદ્રજી ભગવાન પાસે માગણી કરે છે કે તમારા મુખથી હું મારા ભવ્ય સ્વભાવની ખાતરી મેળવું તો મારો સંદેહ દૂર થાય અને પછી તો મારી સિદ્ધિ વિશેની આશા પાકી થાય, પણ કવિ ભગવાનના મુખથી ભવસ્વભાવ સાંભળવાની વાત કરે છે ત્યારે શું એ ભક્તિની ઘેલછામાં કે કાવ્યની ઊર્મિમાં સાવ ઘેલો થઈ ગયો છે કે જે એટલુંય ન જાણતો હોય કે કાંઈ ભગવાન મોઢામોઢ આવીને મને કહેવાના નથી. કવિતાની શબ્દગૂંથણી એક ' પ્રકારની હોય છે, જ્યારે તેનું તાત્પર્ય તક્ક જુદું હોય છે. એટલે અહીં એમ સમજવું જોઈએ કે દેવચંદ્રજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે એવી માગણી દ્વારા ખરી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org