________________
આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ - ૧૦૯ એમ વાંછે છે કે મારા અંતરપટ ઉપર જે સંદેહનું આવરણ છે તે અંતસ્તમ આત્મપ્રદેશના ઊંડાણમાંથી પ્રગટેલ નિશ્વય દ્વારા દૂર થાઓ ! દેવચંદ્રજી પોતાના જ આધ્યાત્મિક નિર્ણયની ઝંખના ચાલુ જૈન પરંપરાની શૈલીનો ઉપયોગ કરી વ્યક્ત કરે છે. સાતમી કડી
વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણાં, ધારો. ચેતનામ, એહ થિરવાસના; દેવચંદ્ર' જિનચંદ્ર, હૃદય સ્થિર થાય જો, જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજો.
આ સાતમી કડીમાં ઉપસંહાર કરતાં દેવચંદ્રજી માત્ર બે બાબતો કહે છે : એક તો એ કે પ્રભુનાં જે જે નામ છે તે બધાં જ ગુણનાં ધામ છે. પ્રભુ પોતે તો નિશ્ચયદૃષ્ટિએ વચનાગોચર છે, પણ એમને માટે વપરાતાં વિશેષણો કે નામો તે તેમના એક એક ગુણને પ્રગટ કરે છે. તેથી દેવચંદ્રજી એવાં નામો ચિત્તમાં ધારણ કરવાની સ્થિર વાસના સેવે છે. બીજા અને છેવટની બાબત એક માગણીમાં જ સમાઈ જાય છે. દેવચંદ્રજીની પ્રાર્થના કે વિનંતિ એ છે કે પ્રભુ મને ભક્તિની શક્તિ આપે, પણ તેઓ એ ભક્તિત્વમાં વેવલાપણું કે ગાંડપણ દાખલ ન થાય તેટલા માટે જિનઆજ્ઞાયુક્ત ભક્તિત્વની માગણી કરે છે. જિનઆજ્ઞાનો આપણે સ્થૂળ દૃષ્ટિએ ધારતા હોઈએ તેવો અર્થ અહીં લેવાનો નથી – એમાં તો વેવલાપણું આવી પણ જાય પણ જિનઆજ્ઞા એટલે નિશ્ચયદૃષ્ટિએ જીવનશુદ્ધિના માર્ગમાં આગળ વધતા સાધકના અંતરમાંથી ઊઠેલો શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનો અથવા તાત્ત્વિક ધર્મસંન્યાસના કે ક્ષપક–શ્રેણીના આરોહરણનો નાદ. શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે એમ કહે છે ત્યારે તેમને પણ અંતરનો એ જ નાદ પ્રેરી રહ્યો છે, એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો; તોપણ નિશ્ચય રાજ્યન્ત મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. - એમ ચોક્કસપણે દેખાય છે અને આનંદઘનના એક પદની છેલ્લી કડીમાંનો તેમનો અંતરનાદ તેમની જ વાણીમાં સાંભળીએ –
---
મર્યા અનંત બાર બિન સમજ્યો,
અબ સુખ દુઃખ બિસરેંગે ! આનંદઘન’નિપટ નિકટ અક્ષર છે,
નહીં સુમરે સો મરેંગે! અબ હમ અમર ભયે, ન મરેંગે !
Jain Education International
પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૧-૧૯૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org