________________
૧૩. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ
પર્વની ઉત્પત્તિ
તહેવારો અનેક કારણોથી ઊભા થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલો હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજાં કારણો પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારનાં જુદાં જુદાં કારણો ગમે તે હો, છતાં તે બધાંનાં સામાન્ય બે કારણો તો હોય જ છે : એક ભક્તિ અને બીજું આનંદ. કોઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખતી ભક્તિ હોય જ છે; ભક્તિ વિના તહેવાર નભી શકતો જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારનો આધાર જનસમુદાય હોય છે; એટલે જ્યાં સુધી તે તહેવાર પરત્વે તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તો લોકો કોઈ પણ તહેવારમાં રસ લઈ જ ન શકે. ખાવું-પીવું, હળવુંમળવું, ગાવું-બજાવવું, લેવું દેવું, નાચવું કૂદવું, પહેરવું ઓઢવું, ઠાઠમાઠ અને ભપકા કરવા વગેરેની ઓછીવત્તી ગોઠવણ વિનાનો કોઈપણ સાત્ત્વિક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે.
તહેવારોનાં સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉત્પત્તિના કારણ પરત્વે તહેવારોને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ: (૧) લૌકિક, (૨) લોકોત્તર અથવા આસુરી અને દેવી. જે તહેવારો ભય, લાલચ અને વિસ્મય જેવા ક્ષુદ્ર ભાવોમાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લોકોને લાયક હોવાથી લૌકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવનશુદ્ધિનો કે જીવનની મહત્તાનો ભાવ નથી હોતો, પણ પામર વૃત્તિઓ અને શૂદ્ર ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવારો જીવનશુદ્ધિની ભાવનામાંથી જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવારો ઉચ્ચ ભૂમિકાના લોકોને લાયક હોવાથી લોકોત્તર અગર દેવી કહી શકાય.
પહાડો અને જંગલોમાં વસતી ભીલ, સંથાલ, કોળી જેવી જાતોમાં અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાઘરી જેવી જાતોમાં અને ઘણી વાર તો ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતોમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તો તરત જ જણાશે કે એમના તહેવારો ભય, લાલચ અને અદ્દભુતતાની ભાવનામાંથી જન્મેલા છે. તે તહેવારો અર્થ અને કામ પુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org