SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ ૦ ૧૧૧ શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજા – એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મોળાકત, મંગલાગૌરી, જ્યેષ્ઠાગૌરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારો લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનારા તહેવારો વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઊછળતાં મોજાં જોઈ માણસ પહેલવહેલો તો આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉત્સવો શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પોષક તહેવારો સર્વત્ર પ્રચલિત હોવા છતાં વેધક દૃષ્ટિવાળા ગણ્યાંગાંઠ્યાં થોડાંક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારો પ્રચલિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. યહૂદી, ખ્રિસ્તી અને જરથોસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી યોજાયેલા કેટલાક તહેવારો ચાલે છે. ઇસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનનો મહિનો આખો જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારૂપે ગોઠવાયેલો છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું, પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજાં ઘણાં પવિત્ર ફરમાનો ક૨વામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું બોલવું, ઊંચનીચ કે નાનામોટાનો ભેદ છોડી દેવો, આવકના ૨ ટકા સેવા ક૨ના૨ નીચલા વર્ગના અને ૧૦ ટકા સંસ્થાઓ તેમજ ફકીરોના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાનો ઇસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવારો એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવર્ણી છે; એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારોનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૌદ્ધ તહેવારો લોકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા, પણ જૈન તહેવારો સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જૈનોનો એક પણ નાનો કે મોટો તહેવા૨ એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તો ભય, લાલચ અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હોય. અગર તો તેમાં પાછળથી ભેળસેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થંકરોના કોઈપણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારનો ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમજ પુષ્ટિ કરવાનો જ રાખવામાં આવેલો છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા એ બંને તહેવારો પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. લાંબા તહેવારોમાં ખાસ છ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જૈનોનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રોત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy