________________
૧૨૬૦ જૈન ધર્મ અને દર્શન
સામુદાયિક દૃષ્ટિએ પણ વિચારવાનું છે, અને હું જાણું છું ત્યાં લગી, સામુદાયિક દૃષ્ટિએ આંતરિક અવલોકનનું મહત્ત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કોઈ પર્વને બીજા કોઈ વર્ગે આપ્યું નથી.
બૌદ્ધ ભિક્ષુકો અમુક અમુક અંતરે મળે ત્યારે તેઓમાં સામુદાયિક રીતે પોતપોતાની ભૂલ કબૂલવાની પ્રથા છે. જૈનોમાં પણ દૈનિક અને પાક્ષિક પ્રતિક્રમણ પ્રસંગે કાંઈક આવી જ પ્રથા છે. ખ્રિસ્તીઓ પણ સમુદાયરૂપે ભૂલ-માફીની પ્રાર્થના કરે છે ત્યારે તેમાં પોતાની ભૂલ જોવા અને કબૂલવાનો ભાવ છે જ. દરેક પંથમાં એક યા બીજી રીતે પોતાની નમ્રતા કેળવવા અહંત્વનો ત્યાગ કરવાની સૂચના એના અનુયાયીને અપાય જ છે. તેથી સમજાય છે કે સામુદાયિક દૃષ્ટિએ આંતિરક અવલોકનપૂર્વક પોતપોતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાસ્થ્ય માટે પણ કેટલું અગત્યનું છે.
આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરનો સંઘ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સંઘો સાથે પણ તે આવો જ વ્યવહાર કરે. સંઘોમાં માત્ર ગૃહસ્થો નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંઘ એટલે માત્ર એક ફિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક. જૈનોને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી; તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તો તે જેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ-સ્વીકાર અને ખમવાખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પરંપરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણામાં છે.
પરંતુ આજે આ વાત ભુલાઈ ગયા જેવી છે, અને છતાં ખમણાની પ્રથા તો ચાલે જ છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે પોતે કાંઈ સજ્ઞાન-અજ્ઞાનપણે ભૂલ કરી હોય તો માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દૃષ્ટિ તો બીજી છે, અને તે એ કે જો માણસ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કોમળ થવા જેટલો તૈયાર હોય તો તેણે સૌથી પહેલાં જેની સાથે પોતાનું અંતર હોય, જેની સાથે કડવાશ ઊભી થઈ હોય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્ષમા લઈ–દઈ દિલ ચોખ્ખાં કરવાં. બાઇબલના ગિરિપ્રવચનમાં પણ આ જ મતલબનું કથન છે કે તું તારા પાડોશીઓ અર્થાત્ સ્નેહીઓ અને મળતિયાઓ ઉપર તો પ્રીતિ કરે જ છે; પણ જે તારા વિરોધીઓ કે દુશ્મનો હોય એમના ઉપર પણ પ્રીતિ કર, પ્રેમ વધાર ! પરંતુ સાંવત્સરિક પર્વ નિમિત્તે એક બાજુ ચોરાસી લાખ જીવયોનિને ખમાવવાની પ્રથા ચાલુ છે, બીજી બાજુએ જેની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International