________________
૯૮ • જૈન ધર્મ અને દર્શન પામેલી. હરેક સંપ્રદાય પોતપોતાની પરંપરાગત માન્યતાને મોટે ભાગે શંકા ઉઠાવ્યા સિવાય જ માની લેતો. અને એની ઐતિહાસિક શોધમાં ન પડતો. શ્રીમાન દેવચંદ્રજી જન્મ અને કાર્યો જેન હતા, તેથી દરેક સાંપ્રદાયિક માન્યતા તેમને હાડોહાડ વ્યાપી હોય તો તે સ્વાભાવિક છે. જૈન પરંપરાની ભૂગોળમાં મહાવિદેહ નામના ક્ષેત્રનું ખાસું સ્થાન છે. જંબુદ્વીપ ઉપરાંત બીજા ખંડોમાં પણ મહાવિદેહ નામનાં ક્ષેત્રો છે, અને તે બધાં મળી પાંચ છે. મહાવિદેહ નામનાં ક્ષેત્રમાં અત્યારે વિચારતા હોય એવા વીશ જિનોનું અસ્તિત્વ જૈન પરંપરા સ્વીકારે છે. એ વિદ્યમાન તીર્થકરો વિહરમાન જિન કહેવાય છે. જેને ઉદ્દેશી પ્રસ્તુત સ્તવન રચાયું છે તે વીશ પૈકી અગિયારમા છે અને તેમનું નામ વજંધર સ્વામી છે. વીશ વિહરમાનમાં પહેલા જિન તરીકે સીમંધર સ્વામીનું નામ આવે છે. આ નામ બાકીના વિહરમાનો કરતાં એટલું બધું પ્રસિદ્ધ છે કે એવો ભાગ્યે જ કોઈ જૈન હશે જેણે સીમંધર સ્વામીનું નામ સાંભળ્યું ન હોય. એમનું પદ્યવિજયજીકૃત “સુણો ચંદાજીથી શરૂ થતું સ્તવન જેટલું ભાવવાહી છે તેટલું જ જાણીતું છે. સીમંધર સ્વામીનું નામ લેતાં જ મહાવિદેહ ક્ષેત્ર અને તેમાં વિચરતા બીજા જિનોનું કલ્પનાચિત્ર મન સમક્ષ ખડું થાય છે.
સીમંધર સ્વામી અત્યંત પ્રસિદ્ધ હોઈ તેમના નામની આસપાસ અનેક ચમત્કારી વાતો તેમજ માત્ર શ્રદ્ધાથી જ માની શકાય એવી ગૂંથણીઓ ગૂંથાયેલી છે. અને તે જૈન પરંપરાના કોઈ આ કે તે એક ફિરકામાં જ નહિ, પણ તેના દરેકેદરેક ફિરકામાં અસ્તિત્વ ધરાવે છે, અને તેવી ગૂંથણીઓના પુરાવા લગભગ પંદરસો વર્ષ જેટલા જૂના છે જ.
જેવી રીતે દિંગબર પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદના શ્રતની પ્રતિષ્ઠાનો આધાર તેમના પોતાના મહાવિદેહ ક્ષેત્રમાં જવા ઉપર તેમજ ત્યાંથી સીમંધર સ્વામી પાસેથી તે શ્રત લાવવા ઉપર છે, તેવી જ રીતે આચારાંગ અને દશવૈકાલિકની બબ્બે ચૂલિકાઓની પ્રતિષ્ઠાનો આધાર પણ સ્થૂલિભદ્રની બહેનોએ જાતે જઈને સીમંધર સ્વામી પાસેથી તે ચૂલિકાઓ લાવવા ઉપર છે. આગમકૃતથી આગળ વધી તર્કકૃતના સમયમાં પણ આવી જ એક ઘટના નોંધાયેલી છે. જેને ન્યાયમાં પ્રસિદ્ધ એવો એક શ્લોક મહાવિદેહ ક્ષેત્રમાંથી લાવ્યાની નોંધ પણ જૂની છે. આટલી હકીકત જૈન પરંપરાનું શ્રદ્ધાળુ માનસ સમજવા માટે પૂરતી છે. આવું શ્રદ્ધાળુ માનસ જો અત્યારના વૈજ્ઞાનિક અને પરીક્ષપ્રધાન યુગમાં પણ પોતાનું કાર્ય કર્યું જતું હોય અને શ્રી કાનજી મુનિ જેવાની મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને જઈ મળી આવ્યાની વાતો વિશે કશી જ શંકા ઉઠાવતું ન હોય તો આજથી અઢીસો વર્ષ જેટલા જૂના સમયમાં વર્તમાન શ્રી દેવચંદ્રજી મહારાજ પોતાની કૃતિઓમાં એ મહાવિદેહની જૂની પરંપરાને લઈને કાંઈ વર્ણન કરે તો તેમાં અચરજ કે શંકાને સ્થાન જ કેવી રીતે હોઈ શકે?
જળ, સ્થળ અને આકાશના માઈલે માઈલની નોંધ રાખવા મથતા અને ચંદ્રલોક તેમજ મંગળગ્રહના પ્રદેશ સુધી પહોંચવા પ્રયત્ન કરતા એવા વર્તમાન યુગની ભૌગોલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org