________________
આત્મષ્ટિનું આંતર નિરીક્ષણ • ૯૭ થાયે શિવ પદ આશ, રાશિ સુખવંદની,
સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની. ૬ વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા,
ધારો ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર સ્થાપજો !
જિન આણાયુક્ત ભક્તિ, શક્તિ મુજ આપજો ! ૭ શ્રીમાન દેવચંદ્રજી
પ્રસ્તુત સ્તવનના કર્તા જૈન સમાજમાં – ખાસ કરી શ્વેતાંબર સમાજમાં જાણીતા એવા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર શ્રીયુત મણિલાલ પાદરાકરે લખ્યું છે અને તે શ્રી અધ્યાત્મ-જ્ઞાન–પ્રચારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. જેઓ વિશેષ વિગત જાણવા ઈચ્છતા હોય તેઓ એ પુસ્તક જોઈ લે. અહીં તો હું દેવચંદ્રજી મહારાજ વિશે બહુ ટૂંકમાં જ પતાવીશ.
તેઓનો જન્મ વિ. સં. ૧૭૪૬માં અર્થાત્ ઉપાધ્યાય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત જ થયેલો અને તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૮૧૨માં થયેલો. એટલે તેમનો જીવનકાળ લગભગ ૬ ૬ વર્ષનો હતો. દશ વર્ષ જેટલી નાની ઉંમરમાં દીક્ષા લીધેલી અને આખું જીવન શાસ્ત્રાધ્યયન, ચિંતન અને સાધુસુલભ એવા ભિન્ન ભિન્ન પ્રદેશોના પરિભ્રમણમાં વ્યતીત કર્યું. તેમજ તેમણે આખી જિંદગી સુધી નવી નવી રચનાઓ કરવામાં ધ્યાન આપ્યું. તેઓ જન્મ મારવાડી ઓસવાળ હતા, પણ એમણે ગુજરાત, કાઠિયાવાડ આદિ અનેક પ્રદેશોમાં વિહાર કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને હિન્દી ભાષામાં તેમણે જુદી જુદી કૃતિઓ રચી છે. એ બધી કૃતિઓનો વિષય મુખ્યપણે એકમાત્ર જૈન પરંપરાના કહેવાય એવા જ મુદ્દા રહ્યા છે. તત્ત્વજ્ઞાન અને આચાર સાથે સંબંધ ધરાવતી અનેક બાબતો એમણે ચર્ચા છે. એ ચર્ચામાં અનેક સ્થળે કથાનુયોગનો ઉપયોગ કર્યો છે, અને આજે પૌરાણિક કહી શકાય એવી બાબતોને તેમણે વાસ્તવિક માની, એટલે કે જેમ પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બધા જ લેખકો માનતા રહ્યા છે તેમ સર્વજ્ઞપ્રણીત લેખી, તેની ભૂમિકા ઉપર જૈન તત્ત્વજ્ઞાનને લગતા પોતાના નિરૂપણની માંગણી કરી છે. પ્રસ્તુત સ્તવન એમની એ યોજનાનો એક નમૂનો પૂરો પાડે છે. કર્તા આ સ્તવનમાં મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વર્તમાન મનાતા વીસ તીર્થંકર પૈકી અગિયારમાં શ્રી વજેશ્વર સ્વામીને ઉદ્દેશી પોતાની આરજૂ-વિનંતી ગુજારે છે. મહાવિદેહ ક્ષેત્ર અને વિહરમાન જિન
છેલ્લાં ૭૫ કે ૧૦૦ વર્ષના નવયુગ પહેલાંના જમાનામાં, આજે જોવામાં આવે છે તેવી, વિચારની ચાળણી અગર સંશોધનવૃત્તિ કોઈપણ ધર્મપંથમાં ભાગ્યે જ ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org