SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ શ્રી વજ્રધર જિન સ્તવન (‘નદી યમુના કે તીર’ એ દેશી) વિહ૨માન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિષે જાણો છતિ, તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. હું સ્વરૂપ નિજ છોડિ, રમ્યો પ૨ પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણા જલે; આસવ બંધ વિભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં ૫૨ભણી. અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું, સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. મન તેનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે જે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી, દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. મહાવિદેહ મઝાર કે, તારક જિનવરુ, શ્રી વજ્રધર અરિહંત, અનંત ગુણાકરુ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણયોગ, ભવરોગ, વા૨શે. પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જો માહો, Jain Education International તો પામે પ્રમોદ એહ ચેતન ખરો; For Private & Personal Use Only ૧ ર ૪ ૫ www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy