________________
ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર ૦ ૯૫
ઉત્તર ટૂંકો અને સીધો છે. તકરાર અને વિરોધ મટાડવાની આશા ધર્મ પાસેથી હતી, પણ આજના ધર્મમાંથી એ સફ્ળ થવાનો સંભવ જ નથી. એટલે ત્રણે ફિરકાઓને પોતાનો મેળ સાધવા–વધારવા અને સંગઠન કરવા માટે બે જ રસ્તા બાકી રહે છે. પહેલો એ કે નિર્ભય અને સ્વતંત્રબુદ્ધિવાળી વ્યક્તિઓએ (તે ગૃહસ્થ હોય કે ત્યાગી) ધર્મનાં સૂત્રો હાથમાં લેવાં અને તેના ઉપર જે કડવાશનો મેલ ચડ્યો છે તે દૂર કરી ધર્મની મારફત જ બધી કોમોમાં વધારેમાં વધારે મેળ સાધવો. અને બીજો માર્ગ, પરંતુ છેવટનો માર્ગ (ભલે ને તે ક્રાન્તિકારી લેખાય), એ છે કે ગૃહસ્થોએ આ નવા ધર્મને જ એટલે કે વિકૃત અને સાંકડા ધર્મને શરણે જવું છોડી અને જાણે કે ધર્મનો વા૨સો ન જ મળ્યો હોય એવી રીતનું મનને ઘડી વ્યાવહારિક ભૂમિકા ઉપર એકત્ર થવું, અને બુદ્ધિપૂર્વક તથા અગત્યનું સંગઠન કરવું, જેમાં ઇચ્છા પ્રમાણે એક ફિકાના ગૃહસ્થો બીજા ફિરકાના ગૃહસ્થો સાથે હૃદયથી દરેક ક્ષેત્રમાં ભેટી શકે અને અરસપરસ સહકાર કરી શકે. જ્યારે ગૃહસ્થો પેલા ધર્મધ્વજોને બાજુએ મૂકી એકરસ થવા લાગશે અને દિગંબર શ્રીમાન શ્વેતાંબર વિદ્યાર્થીઓને અને શ્વેતાંબર ગૃહસ્થ દિગંબર સંસ્થાઓને મદદગાર થતા દેખાશે, બધા સંયુક્ત કે સહકારના ધોરણ ઉપર સંસ્થા ચલાવશે, ત્યારે ધર્મદૂતો આપોઆપ ખેંચાઈ તેમાં જોડાશે. તેમને એમ જ થવાનું કે હવે આપણો ભેદકમંત્ર નકામો છે.
સેંકડો અને હજારો વર્ષથી માંડીને તે ઠેઠ અત્યાર સુધીનો ધર્મદૂતોનો ઇતિહાસ એક જ વસ્તુ દર્શાવે છે અને તે એ કે તેમણે વિરોધ અને કડવાશ જ ફેલાવી છે. આપણે અજ્ઞાનથી તેને વશ થયા. હવે જુગ બદલાયો છે. આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ આ વસ્તુ ચલાવી શકે તેમ રહ્યું નથી. તેથી હવે દરેક જુવાન કે વૃદ્ધ, જેનામાં બુદ્ધિ અને સ્વતંત્રતાનો છાંટો પણ હોય તે, પોતાથી બને ત્યાં અને બનતી રીતે, સાચા દિલથી અને બુદ્ધિપૂર્વક, બીજા ફિરકાનો સહકાર સાધે. આજે એ જ વસ્તુ ધર્ય થઈ પડી છે.
– પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org