________________
શિષ્યચોરીની મીમાંસા • ૧૮૭ ખલેલ પહોંચાડનારી કોઈપણ બાબતને માન્ય રાખી શકે નહિ દલીલ ખાતર થોડી વાર એમ માની લેવામાં આવે કે અસંમતદીક્ષામાં દીક્ષા આપનારનો હેતુ સ્વપરકલ્યાણનો હોય છે, તોપણ એ કહેવું જોઈએ કે જૈન આગમોએ અને ખુદ ભગવાન મહાવીરે તેવી અસંમતદીક્ષાની હિમાયત નથી કરી, એક પણ દાખલામાં તેમણે એને સ્થાન નથી આપ્યું, તેનું શું કારણ? તેનું કારણ એ જ સંભવે છે કે જો સ્વપરકલ્યાણનો હેતુ હોય તો પછી અધિરાઈ અને ઉતાવળ કરવાથી શું ફાયદો ? એક બાજુ અસંમતદીક્ષાને પરિણામે લાગતાવળગતામાં ક્લેશ કંકાસ વધે, દીક્ષા આપનાર ઉપર તહોમત મુકાય, તે કદાચ જોખમમાં પણ પડે, તેને લીધે આખો ધર્મસંઘ નિંદાપાત્ર બને અને જૈન જેવા શુદ્ધ ધર્મની હિમાયત કરનારાઓ ઉપર જાતજાતનાં કલંકો મુકાય, તે કરતાં દીક્ષા લેનારની બુદ્ધિ જાગ્રત કરી તેને વિચાર કરવાની અને સંયમ કેળવવાની ઘેર બેઠાં તક આપવી, એ શું ખોટી છે? કલ્યાણની ખરી ઇચ્છા જેનામાં જાગી હોય તે જો ન છૂટકે જ ઘરમાં રહેતો હશે તોપણ ધીરજ અને સંયમની વૃત્તિ કેળવશે જ, અને વખત જતાં એ વૃત્તિને પ્રભાવે દીક્ષાના વિરોધીઓ પણ આપોઆપ સંમત થશે. જૈન ધર્મમાં શૈર્ય અને સહનશીલતાને મુખ્ય સ્થાન છે. સાચી કલ્યાણની ઈચ્છા જન્મ અને દીક્ષાની સંમતિ ન મળે ત્યારે જ એક રીતે એ દિશામાં પૈર્ય અને સહનશીલતા કેળવવાની તક ઊભી થાય છે અને તે જ વખતે બુદ્ધિ, વિનય, પ્રેમ અને સાચા ત્યાગથી સામા પક્ષને જીતવાની તક મળે છે. ભગવાને એ વસ્તુ જેમ જાણી હતી તેમ જીવનમાં પણ ઉતારી હતી, અને વિવેકી તથા સાચા ઉમેદવારોએ ભગવાનના જીવનનું એ તત્ત્વ જાણી લઈને અમલમાં મૂક્યું હતું. તેથી જ આપણે ભગવાન પછીના લગભગ છ સૈકાઓમાં એક પણ દાખલો અસંમત દીક્ષાનો નથી જોતા. આ રીતે સંમતદીક્ષાની પરંપરા મૂળમાં તો ત્રીજા મહાવ્રતમાંથી નીકળી અને વ્યવહારમાં એ એટલી બધી સ્થિર તેમજ પ્રતિષ્ઠિત થઈ ગઈ કે અસંમતદીક્ષા આપવાનો વિચાર કરવો કે તેવી દીક્ષા લેવાનો વિચાર કરવો એ ત્રીજા મહાવ્રતના ભંગ જેવું જ થઈ પડ્યું. જેન શ્રમણ સંઘની કહો કે જૈનધર્મની કહો, પ્રતિષ્ઠાનો આધાર માત્ર મહાવ્રતો છે. અસંમત દીક્ષાથી મહાવ્રતનો ભંગ ન થતો હોય તેવા દાખલાઓમાં પણ મહાવ્રતના ભંગ વિશે કે મહાવ્રત દૂષિત થવા વિશે શંકા લેવાને કારણ મળે એ વસ્તુ જ જૈન શ્રમણસંઘ ચલાવી ન શકે. તેથી તે ધીર અને ગંભીર સંઘે સંમતદીક્ષાની પરંપરાને કાયમ રાખી અને વધાવી લીધી અને દીક્ષા લેવામાં સંમતિ મેળવવી એ એક મહત્ત્વનું ધાર્મિક વિધાન જ બની ગયું.
ભગવાનના સંઘને લગભગ છસો વર્ષ થયાં હતાં. નાનીમોટી તેની અનેક શાખાઓ વડવાઈની પેઠે ફેલાઈ હતી. હિંદુસ્તાનના લગભગ બધા ભાગમાં એ સંઘ ફેલાયો હતો. ભિન્નભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્નભિન્ન દરજ્જાના લોકો એમાં દાખલ થઈ ચૂક્યા હતા, અને દાખલ થતા જતા હતા. સંઘની આટલી બધી વિશાળતા વખતે અને આટલે લાંબે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org