________________
૧૮૬ • જૈન ધર્મ અને દર્શન નહિ અડે, નહિ સંઘરે અથવા આપોઆપ આવી પડેલ વસ્તુ પાછળ પણ ક્લેશ નહિ પોષે. સારાંશ એ છે કે ત્રીજા મહાવ્રત દ્વારા નિર્લોભપણું, નિર્ભયપણું પોષવાનું હોય છે, અગર તો પ્રગટાવવાનું હોય છે. જ્યાં નિર્લોભાણા અને નિર્ભયપણામાં ખલેલ પહોંચે ત્યાં દેખીતી રીતે ત્રીજા મહાવ્રતનો સ્થૂલ અર્થ ખંડિત થયેલો ન જણાવા છતાં જૈન દૃષ્ટિએ ત્રીજા મહાવ્રતનો તેટલે અંશે ભંગ જ છે; અને જ્યાં નિર્લોભત્વ આદિ મૂળ વસ્તુ અબાધિત હોય ત્યાં દેખીતી રીતે કોઈ વાર ત્રીજા મહાવ્રતનો ભંગ પણ લાગે છતાં વાસ્તવિક રીતે તેવા દાખલાઓમાં ત્રીજું મહાવ્રત અખંડિત જ હોય છે.
ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાના અર્થ વિશે અહીં જે સહજ લંબાણ ચર્ચા કરી છે તે પ્રસ્તુત વિષયની સાથે ખાસ સંબંધ હોવાને લીધે જ કરેલી છે. માબાપ કે બીજા ખાસ લાગતાવળગતાની સંમતિ લઈ દીક્ષા લેવી અગર એવી સંમતિ મેળવનારને જ દીક્ષા આપવી એ “સંમત-દીક્ષા' કહેવાય અને સંમતિ સિવાય ફોસલાવીને, નસાડી– ભગાડીને કે બીજી કોઈ પણ રીતે દીક્ષા આપવી તે “અસંમત દીક્ષા' કહેવાય; જરા કડક શબ્દોમાં છતાં સાચા અર્થમાં તેને શિષ્યહરણ પણ કહેવાય. મૂળ આગમોમાં, ખાસ કરી પ્રાચીન અને વિશિષ્ટ આગમોમાં, એવું સ્પષ્ટ અને ખુલાસાવાર વિધાન નથી કે દીક્ષા લેનારે અમુક અમુક લાગતાવળગતાઓની પરવાનગી લઈને જ દીક્ષા લેવી અને તે સિવાય ન લેવી’ તેમજ દીક્ષા આપનાર માટે પણ તેમાં એવું વિધાન ક્યાંય નથી કે જે અમુક લાગતાવળગતાઓની પરવાનગી મેળવે તેને જ તેણે દીક્ષા આપવી અને બીજાને ન આપવી.” આવું સ્પષ્ટ વિધાન દીક્ષા લેનાર કે આપનાર માટે ન હોવા છતાં ભગવાન મહાવીરના દાખલામાં અને તેમના સંઘબંધારણના ઇતિહાસમાં જે દાખલાઓ અંગ-ઉપાંગમાં નોંધાયેલા મળે છે તે બધા જ દાખલાઓમાં એક જ બીના છે, અને તે એ કે દીક્ષા લેનાર માબાપ અને સ્ત્રી આદિની પરવાનગી લઈને જ દીક્ષા લે છે અને દીક્ષા આપનાર તેવી સંમતિ લેનારને જ દીક્ષા આપે છે. એટલે કે જ્યાં સુધી મૂળ અંગ-ઉપાંગોને લાગે છે ત્યાં સુધી સંમત દીક્ષાના જ સ્પષ્ટ દાખલાઓ મળે છે. આ પરંપરા ભગવાન મહાવીરથી લગભગ છસો વર્ષ લગી નિરપવાદ રીતે એકસરખી ચાલુ રહે છે. નથી તો ખુદ ભગવાને એમાં અપવાદ સેવ્યો કે નથી તેમના તેટલા વખત સુધીના શિષ્ય પરિવારે અપવાદ સેવ્યો. સંમતદીક્ષાનું સ્પષ્ટ વિધાન આગમોમાં ન હોવા છતાં સંમતદીક્ષાના નિયમનું આટલું કડક અને ચોક્કસ પાલન કેમ કરવામાં આવ્યું અને કેમ ચાલુ રહ્યું? એનો વિચાર કરતાં કોઈપણ બુદ્ધિમાન સહેજે સમજી શકશે કે અસંમતદીક્ષામાં ત્રીજા મહાવ્રતનો ભાવ, શાબ્દિક કે આર્થિક દૃષ્ટિએ, ભંગ થવાનો સંભવ ઊભો થાય છે, અને જૈન શાસ્ત્રો જેમાં મહાવ્રતના ભંગનો સંભવ હોય એવી કોઈપણ બાબતને આચરવામાં સંમત થઈ શકે નહિ. જે શાસ્ત્ર અને જે શાસ્ત્રના પ્રણેતાનો એકમાત્ર ઉદ્દેશ શાંતિ અને ચિત્તશુદ્ધિનો હોય તે શાંતિની વિરોધી અને ચિત્તશુદ્ધિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org