________________
શિષ્યચોરીની મીમાંસા • ૧૮૫ તેની ચીજ લેવાનો ત્યાગ એ ત્રીજું મહાવ્રત એટલો માત્ર શાબ્દિક અર્થ લઈને કોઈ તેને વળગી રહે તો તો તે ઘણો અનર્થ પણ કરી બેસે. દાખલા તરીકે કોઈ એમ કહે કે ઉપરના અર્થ પ્રમાણે તો એ મહાવ્રતનો અર્થ કોઈની માલિકીની ચીજ જ પરવાનગી સિવાય લેવાનો ત્યાગ થાય છે, તેથી કાંઈ માલિકી વિનાની ચીજ લેવાનો ત્યાગ થતો નથી. જેમ હવા પ્રકાશ આદિ ભૌતિક તત્વોનો જીવનમાં ઉપયોગ દર ક્ષણે કોઈ મનુષ્યની પરવાનગી સિવાય જ કરીએ છીએ તેમ બીજી પણ કોઈ વસ્તુ, જેની માલિકીનો સ્પષ્ટ દાવો કરનાર કોઈ ન હોય તે, લેવામાં શી અડચણ છે? કારણ કે, જ્યારે તેનો કોઈ વાંધો લે એવો માલિક જ નથી તો પછી તેનો ઉપયોગ કરવો એ અદત્તાદાન શી રીતે હોઈ શકે? એવી દલીલ કરી તે અદત્તાદાન ત્યાગની પ્રતિજ્ઞા લેનાર કોઈ એકાંત ખૂણેથી મળી આવનાર ધનનો અગર તો જંગલમાં માલિક વિનાનાં રખડતાં તદ્દન અનાથ બાળક–બાળિકાઓનો સંગ્રહ કરે, અથવા તો જેમાં લવલેશ પણ કોઈની માલિકીનો દાવો નથી એવી જાતપ્રતિષ્ઠા સાચવવાની અને મેળવવાની પાછળ ગાંડોતૂર થઈ જાય તો શું એ અદત્તાદાનત્યાગની પ્રતિજ્ઞા પાળે છે એમ કોઈ કહી શકશે ? જો એણે કોઈની માલિકીની ચીજ લીધી નથી અને લેવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી તો એને શા માટે પ્રતિજ્ઞાપાળક કહેવો ન જોઈએ? અને આવા ત્રીજા મહાવ્રતના ધારણ કરનારને જૈનશાસ્ત્રની દૃષ્ટિએ કોઈ માણસની માલિકી વિનાની ધનસંપત્તિ કે બીજી ચીજ લેવાની, અડવાની, અને વાપરવાની શા માટે છૂટ ન હોવી જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા જ્યારે આપણે ઊંડા ઊતરીએ છીએ ત્યારે આપણને તરત જ જણાઈ આવે છે કે નહિ નહિ, શબ્દના સ્થૂળ અર્થ ઉપરાંત પ્રતિજ્ઞાની પાછળ એનો ખાસ પ્રાણ કે ભાવ પણ હોય છે. પ્રતિજ્ઞાનો સમગ્ર ભાવ ધૂળ અને પરિચિત શબ્દોમાં સમાઈ નથી શકતો, એને બુદ્ધિ અને વિચારથી ગ્રહણ કરવાનો હોય છે. ત્યારે એ જોવું રહે છે કે અદત્તાદાનત્યાગ મહાવ્રતનો ભાવ શો છે ? જૈનત્વના પાયા ઉપર લેવામાં આવતી ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાનો સાચો અને પૂરો ભાવ તો લોભ અને ભયના ત્યાગમાં છે. સામાન્ય રીતે કોઈ એક માણસ બીજાની માલિકીની ચીજ તેની પરવાનગી સિવાય લે છે ત્યારે કાં તો તેનામાં અમુક લાલચ હોય છે અને કાં તો અમુક ભય હોય છે. લોભ અને ભય જેવી મોહજન્ય વૃત્તિઓ જ અદત્તાદાનની પ્રેરક હોય છે, તેથી અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા પાછળ ખરો હેતુ એવી વૃત્તિઓનો જ ત્યાગ કરવાનો હોય છે. જેનામાં લોભા અને ભય જેવી વૃત્તિઓ જ નથી હોતી તેનું જીવન સ્વાભાવિક રીતે જ અદત્તાદાનથી મુક્ત હોય છે – પછી ભલે તે હવા આદિ ભૌતિક તત્ત્વનો ઉપયોગ કરતો હોય અથવા તો અકસ્માત સાંપડેલ સોનાના સિંહાસન ઉપર તે જઈ પડ્યો હોય. જેણે લોભ ભય આદિ વૃત્તિઓ જીતી નથી, પણ એમને જીતવાનો જેનો પ્રયત્ન ચાલુ છે તે માલિકીવાળી કે બિનમાલિકીની કોઈપણ નાની કે મોટી, જડ કે ચેતન વસ્તુને લોભ કે ભયથી પ્રેરાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org