________________
૨૭૮૦ જૈન ધર્મ અને દર્શન
સાફ શબ્દોમાં તદ્દન અનાચરણીય કોટીની સમજાવી. કોઈ પુરુષ સ્વદારસંતોષી રહેવાની ગણતરીએ જેને જેને મોહે તેને તેને પરણીને સ્વદારા બનાવે; અર્થાત્ બીજી-બીજી અનેક કન્યાઓને, કુંવારી સ્ત્રીઓને કે દાસી વગેરેને પરણે, છતાંય તે પરણનાર પોતાના વ્રતનો થોડો પણ ભંગ ન સમજે અને બહુવિવાહની પ્રથાને ટેકો આપનાર સમાજ તો એ રીતને અનુમોદન જ આપે, પણ પરમાર્થ રીતે વિચારતાં જણાશે કે આ પ્રવૃત્તિ સ્વદારસંતોષીને દૂષણરૂપ છે. વળી જૂના જમાનામાં આઠ જાતના વિવાહ થતા : બ્રાહ્મ, પ્રજાપત્ય, આર્ષ, દૈવ, ગાંધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ. આમાંના આગલા ચાર આચારકોટીના છે, પાછલા ચાર અનાચારકોટીના છે. કોઈ એક જૂના બનાવને આધારે પાછલા ચારમાંના ગમે તે વિવાહને અવલંબી કોઈનું પાણિગ્રહણ કરે અને માને કે મેં તો અમુકને અમુક વિવાહપદ્ધતિએ સ્વદાર તરીકે સ્વીકારેલી છે, તેમાં મારા સ્વદારસંતોષને શો બાધ આવે ? આ ઉપરાંત જે જે સ્ત્રીઓનો વિવાહ સામાજિક રીતે વર્જ્ય છે તેઓનો પણ સ્વદારરૂપે સ્વીકાર કરવાનો નિષેધ આમાં આવી જાય છે. આ બધી બાબતો તરફ સ્વદારસંતોષીનું ધ્યાન ખેંચાય, તે સ્વદારસંતોષના ગાંભીર્યને બરાબર સમજે અને ક્યારે પણ આવા ભ્રામક પ્રસંગોમાં લપસી પડી પોતાના વ્રતને મલિન ન બનાવે એવા અનેક શુભ ઉદ્દેશોથી શાસ્ત્રકારે આ બીજા અતિચારને વર્ણવેલો છે અને તેનો સ્પર્શ સરખો પણ નિષેધેલો છે.
અચૌર્યવ્રતનો નિયમ લેનારાએ પોતાના મોજશોખો જરૂ૨ ઓછા કરવા જોઈએ. આવી વ્યાપ્તિ સાંભળનારો કોઈ ભદ્રક જરૂ૨ પૂછશે કે અચૌર્યવ્રતનો નિયમ એ એક જુદી બાબત છે અને મોજશોખનો ત્યાગ એ પણ એક જુદી બાબત છે. એ બેમાં કાર્યકારણની સંકલના જેવી વાત કેમ કરો છો ? જેની દૃષ્ટિ ઊંડી. વિવેકી અને મર્મગ્રાહી, ગંભીર વિચાર કરનારી હશે તે તો ઉપરના નિયમને બરાબર સમજી શકે તેમ છે. તે જ ન્યાય આ ત્રીજા અને પાંચમા અતિચારો વિશે ઘટાવવાનો છે. જે એ અતિચારોને સેવે તે કદી પણ સ્વદારસંતોષ ન જ રાખી શકે. એ અતિચારોના વર્જનમાં જ સ્વદારસંતોષનું પાલન છે અને સ્વદારસંતોષના પાલનમાં જ એ અતિચારોનો નિષેધ છે. આમ એ બંને એકબીજા સાથે ઘટ અને માટીની પેઠે સંકળાયેલાં છે. આ તો કોઈ ભદ્રક કે વક્ર મનુષ્ય એમ સમજી બેસે કે મોહક સંગીત સાંભળવું, વેધક રૂપો જોવાં એમાં વળી સ્વદારસંતોષનો થોડો પણ ભંગ શેનો ? એવા ભદ્રક-વક્રનું વલણ એ અતિચારો તરફ જરા પણ ન થાય અને એના ખ્યાલમાં સ્વદારસંતોષની વિશાળતા આવે એ માટે જ ત્રીજો અને પાંચમો અતિચાર શાસ્ત્રકારે સમજાવ્યો અને નિષેધ્યો છે. સ્વદારસંતોષી ગૃહસ્થ પોતાનાં પુત્રપુત્રીઓને યોગ્ય સ્થળે પરણાવે વા એ કામ કોઈ યોગ્ય સમજનાર અને જવાબદાર સ્વજનને ભળાવે, પણ એ તરફ એની લેશ પણ બેદરકારી ન જ ચાલે. જો એવા આવશ્યક કાર્ય તરફ તે બેદરકાર રહે તો એ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org