________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૯ ધર્મનો ઉપઘાત (વિનાશ) કરે છે એ હકીકતને શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં મૂકેલી છે. કષ્ણ" અને ચેટક વગેરે ગૃહસ્થોને પોતાનાં સંતાનોના વિવાહ ન કરવાનો નિયમ હતો, પણ એમના એ ખાસ કામની જવાબદારી સમજદાર સ્વજનોએ માથે લીધેલી હતી, એ વાત ભૂલવાની નથી. હવે કોઈ સ્વદારસંતોષી સ્નેહાદિકને કારણે, દાક્ષિણ્યને લીધે કે કન્યાદાનમાં ધર્મ સમજી બીજાનાં સંતાનોનાં સગપણ કે વિવાહ વગેરેની પ્રવૃત્તિ એના બ્રહ્મચર્યને આડખીલીરૂપ છે. આ વસ્તુને ઉપર ઉપરથી જ જોવામાં આવે તો એને લીધે બ્રહ્મચર્યને કશી હાનિ થતી નહિ ભાસે, પણ જરા ઊંડા વિચાપ્રદેશમાં ઊતરીશું તો ઝટ સમજી શકાશે કે સ્નેહાદિકને કારણે કે પુણ્ય સમજીને સગપણ વગેરેની પ્રવૃત્તિ કરનારાઓની દશા છેવટે એવી થઈ જાય છે કે જેવી આજકાલના વરકન્યાના દલાલોની છે. આ દિશામાં સ્વદારસંતોષી પોતાના વ્રતને બરાબર વળગી રહે એ બહુ કપરું કામ છે. તદુપરાંત એમાં બીજા પણ અનેક દોષો છે. વર કન્યાના પક્ષપાતને લીધે ગમે તેવાં કજોડાં કરી દેવામાં આવે છે, જેને પરિણામે સમાજમાં બીજા અનેક સડાઓ પેસે છે. આવાં અનેક બાધક કારણોને લીધે સ્વદારસંતોષીને સારુ એ પ્રવૃત્તિ વજ્ય માનવામાં આવી છે.
સાગારધર્મામૃતનો કર્તા પંડિત આશાધર (તેરમો સૈકો) અહીં એક અગત્યની વાતનો સ્ફોટ આ પ્રમાણે કરે છે. તે કહે છે કે પોતાના સમાનધર્મીને સારી કન્યા આપવી એ એના ત્રણ વર્ગોને સુધારી આપવા જેવું મહાપુણ્યનું કામ છે. કારણ કે ખરું ઘર તો સ્ત્રી જ છે, પણ ભીંત કે છાપરું વગેરે નથી પૃ. ૨૪).
પંડિત આશાધર પરવિવાહકરણને અતિચાર રૂપે બતાવે છે અને એની વ્યાખ્યા પણ જેવી આગળ કહી છે તેવી કરે છે તેવી કરે છે. આમ છતાં એ સધર્મીને સત્કન્યા આપવાની પ્રવૃત્તિને પુણ્યકોટીની ગણે છે. એનું કારણ એક જ હોઈ શકે કે તે સમયે લોકોએ આ અતિચારની આડમાં રહીને સ્વસંતાનોના વિવાહ જેવા ગંભીર પ્રસંગો તરફ તદ્દન બેદરકારી બતાવી હશે અને એને લીધે અનેક અનાચારો કે કુછંદો વધ્યા હશે, જેને પરિણામે “અરે જૈનો પરણે તો છે, પણ પોતાનાં છોકરાં પરણાવવામાં પાપ સમજે છે' આવા ઉપાલંભોથી જૈન ધર્મ વગોવાયો પણ હશે. આવી કોઈ સ્થિતિ ઊભી થઈ હશે, તેથી જ એ પંડિતે સાધર્મીને સત્કન્યા આપવા ખાસ ભલામણ કરી હશે અને
૧૫ જુઓ પંચાશકવૃત્તિ, પૃ. ૧૫; ધર્મબિન્દુવૃત્તિ, પૃ. ૧૨૪; યોગશાસ્ત્ર, પૃ. ૧૯૩, તૃતીય પ્રકાશ; સાગરધર્મામૃત, પૃ ૧૧૮.
૧૬. કૃષ્ણ અને ચેટકના વૃતાંત માટે જુઓ ત્રિષષ્ટિ. ચરિત પર્વ ૮, સર્ગ પાંચમાથી; તથા પર્વ ૧૦, સર્ગ ૬, પૃ. ૧૨૯. ૧૭. સંન્યાં હતા7: સત્રિવ મૃદાશ્રમ: | गृहं हि गृहिणीमाहुर्न कुडयकटसंहतिम् ॥
- સાગારધમમૃત, પૃ. ૫૪ શ્લો. ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org