________________
ભગવાન મહાવીર • ૬૧ આધ્યાત્મિક જીવનનો સાક્ષાત્કાર, હજાર પ્રયત્ન કર્યા છતાં પણ, સંશોધનની ભૂમિકા કદી કરાવી શકે નહિ. આ સત્ય હું જાણું છું અને તેથી જ નમ્ર બનું છું. પ્રથમ આપેલ ચિત્ર કે મૂર્તિના દાખલાનો આશ્રય લઈ સ્પષ્ટતા કરવી હોય તો એમ કહી શકાય કે ગમે તેટલો નજીક જઈ ચિત્ર કે મૂર્તિ જોનાર પણ છેવટે તો ચિત્રની રેખાકૃતિ અને રંગની ખૂબીઓ કે મૂર્તિગત શિલ્પવિધાનની ખૂબીઓ જ વધારે સારી રીતે સમજી શકે અને બહુ તો એ ખૂબીઓ દ્વારા વ્યક્ત થતા ભાવોનું સંવેદન કરી શકે, પણ તે દ્રણ જેનું મૂર્તિ કે ચિત્ર હોય તેના જીવનનો સાક્ષાત્ અનુભવ તો ત્યારે જ કરી શકે જ્યારે તે એવું જીવન જીવે. સારામાં સારા કવિના મહાકાવ્યનું ગમે તેટલું આકલન કર્યા છતાં પણ કાવ્યવણિત જીવન જીવ્યા સિવાય તેનો પરિચય પરોક્ષ કોટિનો જ રહે છે. એ જ રીતે ભગવાન મહાવીરે સિદ્ધ કરેલ આધ્યાત્મિક સાધનાની દિશામાં ગતિ કર્યા વિનાનો મારા જેવો માણસ મહાવીર વિશે જે કાંઈ કહે કે વિચારે તે પરોક્ષકોટિનું જ હોઈ શકે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
મારા આ વક્તવ્યથી આપ બધા સમજી શકશો કે એક જ મહાપુરુષના જીવનને પૂરી પાડનાર સમાન સામગ્રીનો ઉપયોગ કરનાર તત્ત્વો અને અનુયાયીઓ સુધ્ધાંમાં શા શા કારણે વિરોધી અભિપ્રાયો બંધાય છે અને એ જ સામગ્રીનો અમુક દૃષ્ટિથી ઉપયોગ કરવા જતાં અભિપ્રાયવિરોધ કેમ શમી જાય છે, તેમજ જીવનના મૂળભૂત અને સર્વોત્તમ શ્રદ્ધા–બુદ્ધિના દિવ્ય અંશો કેવી રીતે પોતાની કલાપાંખ વિસ્તારે છે.
- અખંડ આનંદ, જૂન ૧૯૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org