________________
પુનઃ પંચાવન વર્ષે – • ૩૦૫ પૂર્ણ સંતોષ નથી. હું અપરા વિદ્યા લૌકિક વિદ્યાઓ) ઉપરાંત પરા વિદ્યા (આધ્યાત્મિક વિદ્યાઓ) પણ મેળવું ને સાચો બ્રાહ્મણ થાઉં એવી માતાની તીવ્ર ઝંખના છે. અપરા વિદ્યા અને પર વિદ્યાઃ શ્વેતકેતુની વાત
રુદ્ર સોમાની કેવળ અપરા વિદ્યામાં પૂર્ણતા ન માનવાની અને પરા વિદ્યા સુધી આગળ વધવાની તાલાવેલી આપણને પ્રાચીન યુગના વાતાવરણની યાદ આપે છે. છાંદોગ્યોપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે. એનો પિતા ઉદ્દાલક આરુણિ એ પણ
સોમાની પ્રકૃતિને યાદ આપતો બ્રાહ્મણ છે. જ્યારે શ્વેતકેતુ બાર વર્ષ લગી ગુરુકુળમાં રહી અનેક શાસ્ત્રીય વિદ્યાઓ – અપરા વિદ્યાઓ – ભણી પાછો ર્યો ત્યારે પિતા આરુણિએ તેને એક પ્રશ્ન પૂછ્યો કે “તું બધું શીખ્યો ખરો, પણ એ શીખ્યો છે કે જે એક જાણવાથી બધું જણાઈ જાય ? આ પ્રશ્ન પરા વિદ્યા–આત્મવિદ્યા-બ્રહ્મવિદ્યાનો હતો. તે કાળે શાસ્ત્રીય વિદ્યાઓ શીખનાર અને શીખવનાર પુષ્કળ હતા, પણ બ્રહ્મવિદ્યા વિરલ હતી. તેથી જ ઉચ્ચ કોટિના વિદ્વાનો અને આધ્યાત્મિકો પોતાનાં શિષ્ય કે સંતતિને આધ્યાત્મવિદ્યા મેળવવા ખાસ પ્રેરતા. છેવટે પિતા આરુણિ શ્વેતકેતુને પોતે જ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત અને તલસ્પર્શી જ્ઞાન આપે છે. રુદ્રસીમા પોતે તો પોતાના પુત્ર રક્ષિતને પરા વિદ્યા આપવા નથી બેસતી, પણ તેની અભિરુચિ અને ઝંખના પરા વિદ્યા પ્રત્યે અસાધારણ છે. એટલે જ બાર વર્ષ પછી પાછા ફરેલ વત્સલ પુત્રને એવી પરા વિદ્યા શીખવા રજા આપતાં તે દુઃખ નથી અનુભવતી. રુસોમા રક્ષિતને પોતાના ગુરુ તોસલિપુત્ર પાસે પૂર્વવિદ્યા મેળવવા મોકલે છે. પૂર્વવિદ્યા એ જૈન પરંપરાનો શબ્દ છે, પણ તે ઉપનિષદોની પરા વિદ્યાને સ્થાને છે. પૂર્વવિદ્યામાં અપરા વિદ્યાઓ સમાય છે ખરી, પણ તેનું મહત્ત્વ આત્મવિદ્યાને લીધે છે.
માતાની વૃત્તિ સંતોષવા અને બ્રાહ્મણસુલભ જ્ઞાનવૃત્તિ વિકસાવવા રક્ષિત બીજો કશો પણ વિચાર કર્યા સિવાય પૂરા ઉત્સાહથી જૈન ગુરુ તોસલિપુત્ર પાસે જાય છે; પૂર્વવિદ્યા મેળવવા છેવટે વજસ્વામીનું પાસું પણ સેવે છે. તેમની પાસેથી પ્રાપ્ય સઘળું જ્ઞાન મેળવી તે માતાને ફરી મળવા આવવાનો વિચાર કરે છે, પણ તે આવે-ન આવે તેટલામાં તો માતાનું વત્સલ હૃદય ધીરજની સીમા ઓળંગે છે અને નાના પુત્ર ફલ્ગને મોટા ભાઈ રક્ષિતને તેડી લાવવા રવાના કરે છે. ફલ્ગ પણ છેવટે તો સરસ્વતીનો પુત્ર જ હતો, એટલે રક્ષિતના વિદ્યાપાશમાં એ સપડાય છે. છેવટે બંને ભાઈઓ જૈન સાધુરૂપમાં માતાને મળે છે. એને બંને પુત્રોની અંતર્મુખ સાધનાથી એવો પરિતોષ થાય છે કે હવે તેનું મન સ્થળ જીવનવ્યવહારોમાં સંતોષાતું નથી, અને તે પણ ત્યાગને માર્ગે વળે છે. પિતા સોમદેવ પુરોહિત મૂળે તો વૈદિક સંસ્કાર ધરાવતો બ્રાહ્મણ છે, પણ તેને કોઈ વારસાગત સંપ્રદાયબંધન નથી, એટલે તે પણ પત્નીને સાથ આપે છે તે દંપતી જીવનશુદ્ધિ સાધવા પુત્રોની સાથે ચાલી નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org