________________
૯૨૦ જૈન ધર્મ અને દર્શન
પોષણ પામે છે અને વિસ્તરે છે. આ રીતે જોતાં આ ત્રણે ફિરકાઓમાં અગમ્ય અને સંખ્યાબંધ ભેદો હોવા છતાં એમાં જે એક અભેદનું તત્ત્વ છે તે જ મુખ્ય છે અને તે જ અસલી છે. આ તત્ત્વને ત્રણે ફિરકાઓ એકસરખી રીતે માને છે અને તેની ઉપાસના માટે એકસ૨ખો ભાર આપે છે. જ્યારે આમ છે ત્યારે વિરોધ શાનો ?
પૂર્વ દિશામાં ફેલાતી શાખા એમ કહે કે બધી જ શાખાઓએ મારી દિશામાં, મારી ઢબે, મારી સાથે જ ચાલવું જોઈએ અને બીજી શાખાઓ એ રીતે કરે તો એનું પરિણામ એ જ આવે કે અંતે ઝાડ જ ન વધે; અને તે ન વધે એટલે પૂર્વની શાખા પણ ન રહે. એક બાજુ ભાર વધતાં સમતોલપણું જવાથી વૃક્ષ વધી જ ન શકે અને અંતે પૂર્વની શાખાનો પણ સંભવ ન રહે. એ જ ન્યાય ધર્મની શાખાઓને લાગુ પડે છે. એક ફિકો માને તે જ રહેણીકરણી દરેકે સ્વીકારવી અને બીજી નહિ એવો ભાર આપવા જતાં મનુષ્યસ્વભાવમાં રહેલા જે સમતોલપણાને લીધે ધર્મનો વિસ્તાર થાય છે તે સમતોલપણું જ ન રહે. અંતે બીજા ફિરકાઓની સાથે તે એક ફિરકો પણ ન ટકે. તેથી વિકાસ અને વિસ્તાર માટે ભેદ અનિવાર્ય છે, અને ભેદથી જ સમતોલપણું સચવાય છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જો વીતરાગપણાની ભાવના ઉપર રચાયેલા બધા જ ફિરકા–ભેદો અનિવાર્ય અને ઇષ્ટ હોય તો આજની જૈન ધર્મની જે સ્થિતિ છે તે સ્વાભાવિક હોઈ તેમાં કહેવાપણું શું રહે છે ?
અત્યારે જે કહેવાપણું છે તે ભેદ કે જુદાઈની બાબતમાં નહિ, પણ વિરોધની બાબતમાં છે. વિરોધ અને ભેદ એ બંને એક નથી. કડવાશ હોય ત્યારે વિરોધ કહેવાય છે; અને ત્રણે ફિકાના પરસ્પર સંબંધમાં કડવાશ છે. કડવાશ એટલે પોતાને વિશે મિથ્યાભિમાન અને બીજા ત૨ફ અણગમો. આ કડવાશ ત્રણે ફિરકાઓમાં અંદરોઅંદર કેવી અને કેટલી છે એ સૂક્ષ્મ દૃષ્ટિએ જોનારથી ભાગ્યે જ અજાણ્યું છે. દરેક ફિરકાનો આધાર તે તે ફિરકાના સાધુ, પંડિત અને ઉપદેશકો છે. એક ફિકાનો ગુરુવર્ગ બીજા ફિરકાને હૃદયથી મિથ્યા જૈન માને છે અને એ જ રીતે પોતાના અનુયાયીઓને સમજાવે છે. બીજા ફિરકાનો ગુરુ અને ઉપદેશવર્ગ પણ તેમજ કરે છે. આનાં બે પરિણામ આવ્યાં છે : પહેલું તો એ કે કોઈપણ એક ફિકાની આચારવિષયક કે જ્ઞાનવિષયક સુંદર વસ્તુ બીજા ફિરકાના ધ્યાનમાં જ નથી આવતી. ઊલટો, તે તેનાથી દૂર ભાગે છે, અને તે તરફ અણગમો કેળવવામાં જ ધર્મનું પોષણ સમજે છે. બીજું પરિણામ એ આવ્યું છે કે ભિન્ન ભિન્ન ફિરકાના ગુરુ અને ઉપદેશકવર્ગ વચ્ચે પ્રેમ કે આદરનો સંબંધ જ નથી રહ્યો અને તેઓનું પારસ્પરિક સંમેલન (હવે તેઓ અને બીજાઓ ઇચ્છે તોપણ) લગભગ અશક્ય જેવું થઈ પડ્યું છે. જાણે એક ફિકો બીજાના બગાડ કે બીજાની આપત્તિ વખતે રાજી થતો હોય એવો વ્યવહાર શરૂ થયો છે. કચાંય મંદિર ઉપર અન્યાય ગુર્યો, આફત આવી અને દિગંબરો કે શ્વેતાંબરો મુશ્કેલીમાં હોય ત્યારે, ગમે તેટલો મોટો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org