________________
ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર • ૯૩ શક્તિશાળી હોવા છતાં પણ ત્યાંનો સ્થાનકવાસી સમાજ વહારે નહિ ધાય; એટલું જ નહિ, પણ ઘણા દાખલાઓમાં તો ઊંડે ઊંડે રાજી પણ થશે. આ વસ્તુનો ચેપ સામેના ફિરકાઓમાં પણ નથી એમ તો ન જ કહી શકાય; ક્યાંય સ્થાનક ઉપર આફત આવી. અગર સ્થાનવાસી સાધુઓને મુશ્કેલી આવી કે તેમની હેલના–નિંદા થતી હોય ત્યારે મૂર્તિપૂજક બંને ફિરકાઓ એમાં રસ લેવાના અને કદાચ રસ ન લે તોપણ પોતાનાથી બની શકે તેવી પણ મદદ નહિ આપવાના. ઘણે સ્થળે તો આ ફિરકાઓ સ્થાનક, મંદિર અને ગુરુવર્ગને કારણે કોર્ટે પણ ચડેલા છે અને હજીયે ચડે છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના અનેક વિષયોમાં ઊંડાણવાળા સાહિત્યનો લાભ નથી લેતો સ્થાનકવાસી ફિરકી કે નથી લેતો દિગંબર ફિરકો. સેંકડો વિદ્વાનોએ હજારો વર્ષ સુધી ભગીરથ પ્રયત્ન કરીને ઉપજાવેલું અને બીજે ક્યાંય પણ ન મળે તેવું મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબરનું સાહિત્ય સ્થાનકવાસીને માટે અસ્પૃશ્ય થઈ પડ્યું છે, અને મોટે ભાગે તો તે એ સાહિત્યને જાણતો જ નથી, કારણ કે પહેલેથી જ એને એ સાહિત્ય વિશે બેપરવા અને આદરહીન બનાવવામાં આવ્યો છે. દિગંબર ફિરકાનું પણ ગંભીર અને બીજે ન મળી શકે તેવું કેટલુંક સાહિત્ય છે. એને વિશે સામાન્ય રીતે શ્વેતાંબરો બેપરવા છે. આને પરિણામે પાઠશાળાઓ, છાત્રાલયો અને વિદ્યાલયોમાં કે ગુરુવર્ગના અભ્યાસક્રમમાં, જ્યાં પુસ્તકોની પસંદગીનો સવાલ આવે છે ત્યાં, કેટલીક વખતે એ જ વિષય ઉપર અન્ય ફિરકાનું સર્વોત્તમ પુસ્તક છોડી તેની જગ્યાએ કચરા જેવું પુસ્તક પસંદ કરવામાં આવે છે; અને પરિણામે ભણનાર જ્ઞાન કે વિદ્યા કરતાં અજ્ઞાન અને અવિદ્યા જ વધારે સેવે છે. એટલે એકંદરે અત્યારનો જે ફિરકાઓનો કડવાશવાળો સંબંધ છે તે આપણામાં જ્ઞાનશત્રુતા જ પોષે છે. જે ધર્મ સહિષ્ણુતા અને જ્ઞાનના પ્રચાર માટે જન્મ્યો હતો અને એ પ્રચાર સિવાય જે ધર્મનું જીવન નકામું જ ગણાવું જોઈએ તે ધર્મ ફિરકાઓની કડવાશમાં પરિણમતાં અસહિષ્ણુતા અને અજ્ઞાન જ પોષી રહ્યો છે. આ સ્થળે એક રૂપક યાદ આવે છે. કિનારે પહોંચવાના ધ્યેયથી વહાણો અમુક ટાપુથી ઊપડ્યાં. બધાં વહાણોએ ઉતારુઓને લીધા. શરત બધાંની એક જ હતી અને તે કિનારે પહોંચાડવાની. રસ્તામાં એક વહાણના કપ્તાન અને મુસાફરોએ બીજા વહાણમાં કાંઈક ખોડ બતાવી અને ટીકા કરી. એ ટીકાને તેના કપ્તાન અને મુસાફરોએ અંગત ટીકા માની સામસામી ખોટી ટીકા શરૂ કરી. મુસાફરી વખતે બધા હતા તો નવરા જ. ટીકા અને ખોડ કાઢવાનું મળી આવતાં સૌનું મન ત્યાં રોકાયું. મુસાફરીનો આનંદ, સમુદ્રની ગંભીરતા અને આકાશની અપારતા તરફ તેમજ સહીસલામતી અને ઝડપ વધારવા તરફ લક્ષ જવાને બદલે એકબીજાની ટીકામાં સામુદાયિક માનસ રોકાયું. કોઈ વિવાદમાં ઊતર્યા અને બીજાઓ શ્રોતા બન્યા. પરિણામે તકરાર વધી. એક બાજુ બધું રક્ષકબળ પરસ્પરના નાશમાં ખરચાવા લાગ્યું, અને બીજી બાજુ વહાણો અકસ્માત એક ખરાબાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org