________________
૪૨ • જૈન ધર્મ અને દર્શન અહિંસા અને વીતરાગત્વનો આદર્શ, એ છે. તેથી મૂળ જૈન ગ્રંથકારોનું માનસ પણ એ જ આદર્શ પ્રમાણે ઘડાયેલું હોય તો જૈન સંસ્કૃતિ સાથે પૂરો મેળ ખાય જૈન સંસ્કૃતિમાં વહેમો, ચમત્કારો, કલ્પિત આડંબરો અને કાલ્પનિક આકર્ષણોને જરાય સ્થાન નથી. જેટલે અંશે આવી કૃત્રિમ અને બાહ્ય વસ્તુઓ દાખલ થાય તેટલે અંશે જૈન સંસ્કૃતિનો આદર્શ વિકૃત થાય અને હણાય છે. આ વસ્તુ સાચી હોય તો આચાર્ય સમન્તભદ્રની વાણીમાં, અંધશ્રદ્ધાળુ ભક્તોની અપ્રીતિ વહોરીને અને તેની પરવા કર્યા સિવાય, સ્પષ્ટ કહી દેવું જોઈએ. ભગવાન મહાવીરની પ્રતિષ્ઠા કાંઈ એવી ઘટનાઓમાં અને બાળકલ્પના જેવા દેખાતાં વર્ણનોમાં નથી; કારણ કે, એવી દેવી ઘટનાઓ અને અદૂભૂત ચમત્કારી પ્રસંગો તો ગમે તેના જીવનમાં વર્ણવાયેલા સાંપડી શકે છે. તેથી જ્યારે ધર્મવીર દીર્ઘતપસ્વીના જીવનમાં ડગલે ને પગલે દેવોને આવતા જોઈએ છીએ, દેવી ઉપદ્રવોને વાંચીએ છીએ અને અસંભવ જેવી દેખાતી કલ્પનાઓના રંગ નિહાળીએ છીએ ત્યારે એમ લાગે છે કે ભગવાન મહાવીરના જીવનમાં સ્થાન પામેલી આ ઘટનાઓ અસલમાં વાસ્તવિક નથી, પણ તે પાડોશી વૈદિક-પૌરાણિક વર્ણનો ઉપરથી પાછળથી લેવામાં
આવી છે.
- આ વિધાનને સ્પષ્ટ કરવા ખાતર અહીં બે જાતના પુરાવાઓ ઉપસ્થિત કરવામાં આવે છે :
(૧) પહેલો તો એ કે ખુદ જૈન ગ્રંથોમાં મહાવીરના જીવન સંબંધી ઉક્ત ઘટનાઓ કયે ક્રમે મળે છે તે, અને
(૨) બીજો એ કે જૈન ગ્રંથોમાં વર્ણવાયેલ કૃષ્ણના જીવનપ્રસંગની પૌરાણિક કૃષ્ણજીવન સાથે સરખામણી કરવી અને એ વિશેના જેન તથા પૌરાણિક ગ્રંથોનો કાળક્રમ તપાસવો.
જૈન સંપ્રદાયના મુખ્ય બે ફિરકામાંથી દિગંબર ફિરકાના સાહિત્યમાં મહાવીરનું જીવન જેમ તદન ખંડિત છે તેમ તે જ ફિરકાના જુદા જુદા ગ્રંથોમાં ચિત્ પરસ્પર વિસંવાદી પણ છે. તેથી અત્રે શ્વેતાંબર ફિરકાના ગ્રંથોને જ સામે રાખી વિચાર કરવો પ્રાપ્ત થાય છે. સૌથી જૂના મનાતા અંગસાહિત્યમાં બે અંગો એવાં છે કે જેમાં ઉપર વર્ણવેલી મહાવીરના જીવનની ઘટનાઓમાંથી કોઈકની જ ઝાંખી થાય છે. આચારાંગ
१. देवागमनभोयानचामरादिविभूतयः । । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥
– ગ્રામીમાંસા અર્થ: – દેવોનું આગમન, વિમાન અને ચામરાદિના આડંબરો જે ઐન્દ્રજાલિક ચમત્કારીઓ હોય તેમાં પણ દેખાય છે. માટે હે પ્રભુ! એ વિભૂતિને કારણે તું અમારી દષ્ટિમાં મહાન નથી, અર્થાત્ તારી મહત્તાનું ચિત્ર બીજું જ હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org