________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૪૧ આમાંથી પહેલા પક્ષનો સંભવ જ નથી; કારણ કે, એક જ દેશ, એક જ પ્રાંત, એક જ ગામ, એક જ સમાજ અને એક જ કુટુંબમાં જ્યારે બંને સંપ્રદાયો સાથોસાથ પ્રવર્તમાન હોય અને બંને સંપ્રદાયના વિદ્વાનો તેમજ ધર્મગુરુઓમાં શાસ્ત્ર, આચાર અને ભાષાનું જ્ઞાન તેમજ રીતરિવાજ એક જ હોય ત્યાં ભાષા અને ભાવની આટલી બધી સમાનતાવાળું, ઘટનાઓનું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતંત્ર છે અને પરસ્પરની અસર વિનાનું છે એમ માનવું એ લોકસ્વભાવના અજ્ઞાનને કબૂલવા જેવું થાય.
બીજા પક્ષ પ્રમાણે બંને સંપ્રદાયોનું ઉક્ત વર્ણન, પૂર્ણ નહિ તો આલ્પાંશે પણ, કોઈ મૂળ સામાન્ય ભૂમિકામાંથી આવ્યું હોય એવો સંભવ કલ્પી શકાય; કારણ કે, આ દેશમાં જુદે જુદે વખતે અનેક જાતિઓ આવી છે અને તે અહીંની પ્રજા તરીકે આબાદ થઈ છે. તેથી ગોપ કે આહીર જેવી કોઈ બહારથી આવેલી કે આ દેશની ખાસ જાતિમાં
જ્યારે વૈદિક કે જૈન સંસ્કૃતિનાં મૂળો ન હોય ત્યારે પણ કૃષ્ણ અને કંસનાં સંઘર્ષણોના જેવી અગર તો મહાવીર અને દેવના પ્રસંગો જેવી આછી આછી વાતો પ્રચલિત હોય અને પછી એ જાતિઓમાં ઉક્ત બંને સંસ્કૃતિઓ દાખલ થતાં અગર વૈદિક અને જૈન સંસ્કૃતિવાળી પ્રજાઓમાં એ જાતિઓનું મિશ્રણ થઈ જતાં તે તે જાતિમાં તે વખતે પ્રચલિત અને લોકપ્રિય થઈ પડેલી વાર્તાઓને વૈદિક અને જૈન સંસ્કૃતિના ગ્રંથકારોએ પોતપોતાની ઢબે, પોતપોતાના સાહિત્યમાં સ્થાન આપ્યું હોય એમ બનવા જેવું છે. અને જ્યારે વૈદિક તેમજ જૈન સંસ્કૃતિનાં બંને વર્ણનોમાં કષ્ણનો સંબંધ એકસરખો ગોપો અને આહીરો સાથે દેખાય છે તેમજ મહાવીરના જીવનપ્રસંગમાં પણ ગોવાળિયાઓનો વારંવાર સંબંધ નજરે પડે છે ત્યારે તો બીજા પક્ષના સંભવને કાંઈક ટેકો મળે છે. પરંતુ અત્યારે આપણી પાસે બંને સંસ્કૃતિનું જે સાહિત્ય છે અને જે સાહિત્યમાં મહાવીર અને કૃષ્ણની ઉપર વર્ણવેલી ઘટનાઓ સંક્ષેપ કે વિસ્તારથી સમાનરૂપે કે અસમાનરૂપે આલેખાયેલી નજરે પડે છે, તે જોતાં બીજા પક્ષની સંભવકોટિ છોડી ત્રીજા પક્ષની નિશ્ચિતતા તરફ મન જાય છે અને એમ ચોક્સ લાગે છે કે મૂળમાં ગમે તેમ હો, પણ અત્યારે ઉપલબ્ધ સાહિત્યમાં જે બંને વર્ણનો છે. તેમાંથી એક વર્ણન પૂર્ણ નહિ તો મોટા ભાગે બીજાને આભારી છે અને એક ઉપર બીજાની અસર છે.
ત્યારે હવે ચોથા જ પક્ષ વિશે વિચાર કરવો બાકી રહે છે. વૈદિક વિદ્વાનોએ જૈન વર્ણન અપનાવી પોતાના ગ્રંથોમાં પોતાની ઢબે સ્થાન આપ્યું કે જૈન લેખકોએ વૈદિક-પૌરાણિક વર્ણનને અપનાવી પોતાની ઢબે પોતાના ગ્રંથમાં સ્થાન આપ્યું એ જ પ્રશ્ન વિચારવાનો છે.
જૈન સંસ્કૃતિનો આત્મા અને મૂળ જૈન ગ્રંથકારોનું હોવું જોઈતું માનસ એ બે દૃષ્ટિઓથી જો વિચાર કરવામાં આવે તો એમ કહ્યા વિના ન જ ચાલે કે જૈન સાહિત્યમાંનું ઉપર્યુક્ત વર્ણન એ પૌરાણિક વર્ણનને આભારી છે. જૈન સંસ્કૃતિનો આત્મા પૂર્ણત્યાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org