SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈન ધર્મ અને દર્શન ભગવાનને જમાલિનો વાદ કબૂલ છે, પણ તે એક જ દૃષ્ટિએ. તે દૃષ્ટિ એટલે વ્યવહાર. જ્યારે જમાલિને માત્ર વ્યવહારદૃષ્ટિ જ કબૂલ છે, અને ભગવાનની બીજી નિશ્ચયદૃષ્ટિ કબૂલ નથી. એટલે બંને વચ્ચે એકાંત–અનેકાંતનું અંતર છે. આ અંતર જીવનમાં ઊતરે તો પરિણામ શું આવે તે એક દૃષ્ટાંતથી તપાસીએ. કોઈ બે જણે ફ્ળ પેદા કરવાની ઇચ્છાથી જુદા જુદા આંબાનાં વૃક્ષ રોપ્યાં. બંનેએ સરખી રીતે ઉછેર આરંભ્યો. ઘણો વખત વીત્યો. મૂળો બાઝ્યાં, થડો જામ્યાં, ડાળો ફૂટી, પલ્લવ અને પત્રો વિસ્તર્યાં. અચાનક એકથી વધારે વાર આંધી અને બીજાં પ્રાકૃતિક તોફાનો આવ્યાં, જેથી બંને વૃક્ષો ઉ૫૨ મૉર આવવાની ક્રિયા ધાર્યા કરતાં વધારે વખત માટે લંબાઈ. નિરાશાનો અને આશાનો પ્રસંગ બંને જણ માટે એક જ સરખો ઉપસ્થિત થયો. જ્યારે એક જણ અત્યાર સુધીના પોતાના દીર્ઘ પ્રયાસને સર્વથા નિષ્ફળ માની કંટાળ્યો અને અધીરજથી વૃક્ષના પોષણનું અને સંવર્ધનનું કામ છોડી દે છે, ત્યારે બીજો જણ પોતાના તેટલા જ દીર્ઘ પ્રયાસને સફળ માની ધૈર્યબળથી વૃક્ષના સંવર્ધનનું કામ વિધિવત્ ચાલુ રાખે છે. પરિણામે પહેલો જણ આંબાનું ફળ પેદા નથી કરી શકતો અને બીજો કરી શકે છે. અહીં આમ્રવૃક્ષ રોપનાર ભલે કાલ્પનિક પાત્રો હોય, પણ વિશ્વના મનુષ્યસમાજની બે માનસિક પ્રકૃતિઓ એ કાલ્પનિક પાત્રોમાં આબેહૂબ ચિત્રિત થાય છે અને તે ઊંડી કે છીછરી સમજ ઉ૫૨ રચાયેલી છે. પ્રથમ પ્રકૃતિનો (છીછરી સમવાળો) માણસ મૂળને બાઝેલું, થડને લાગેલું, ડાળોને ફૂટેલી અને પલ્લવ-પત્રોને વિસ્તરેલાં જુએ, પણ તેની નજરે હજી આમ્રનું મધુર અને પક્વ ફળ નથી ચડતું. તે તો પૂર્વના મૂળ અને સ્કંધથી લઈ મંજરી (મૉર) સુધીનાં બધાં પરિણામોને અને તે માટેના પ્રયત્નને પક્વ અને મધુ૨ ફળથી તદ્દન જુદાં જ માની બેઠો છે. તેથી તે પદે પદે ને ક્ષણે ક્ષણે પૂર્વવર્તી અવહંભાવી પરિણામો જોવા છતાં જ્યાં સુધી આમ્રફળને નથી જોતો ત્યાં સુધી પોતાના પ્રયત્નને નિષ્ફળ જ માનતો જાય છે, અને તેથી ભયાનક આફત આવતાં તે સામે તે ટકી શકતો નથી, વચ્ચે જ નિરાશ થઈ યત્ન છોડી બેસે છે. ત્યારે બીજી પ્રકૃતિનો (ઊંડી સમજવાળો) માણસ મૂળમાં, સ્કંધમાં, ડાળોમાં, પત્રોમાં અને મંજરી આદિમાં આમ્રફળના ક્રમિક અંશો જુએ છે. એવી સૂક્ષમદૃષ્ટિમાં આમ્રફળ એ બીજું કાંઈ જ નહિ, પણ પૂર્વવર્તી સમગ્ર પરિણામોનો સરવાળો. એમાંના જે પરિણામ આણવા સુધી પ્રયત્ન થયો હોય તેટલું આમ્રફળ તેની દૃષ્ટિએ થયેલું જ છે. આ કારણથી તેની સૂક્ષ્મદૃષ્ટિ તેને ભયાનક આફતો સામે ઊભો રાખે છે, અને તેને કોઈ કારણસર વચ્ચેથી વૃક્ષસંવર્ધનનું કામ છોડવું પડે તો, મારો પ્રયત્ન નિષ્ફળ ગયો એવી ઊલટી સમજથી, તેને તે દૃષ્ટિ બચાવી લે છે. તે માણસ તેવી સૂક્ષ્મદૃષ્ટિને લીધે એમ દૃઢપણે માનતો હોય છે કે યથાવિધિ પ્રયત્ન એ જ ફ્ળ છે અને જેટલા પ્રમાણમાં પ્રયત્ન સેવ્યો તેટલા પ્રમાણમાં ફ્ળ આવેલું જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy