________________
ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય • ૭૫ છે. પક્વ અને મધુરરસયુક્ત ફળનો સરવાળો પૂર્ણ કરવા જેટલા અંકો બાકી રહ્યા છે તેટલું જ તે ફળ બાકી છે, બીજું સિદ્ધ થઈ ગયું છે. આ માન્યતાને લીધે તે માણસ ફરી પ્રયત્નની તક શોધે છે અને પરિણામે તક મળે છે, તેમજ ભાવના પ્રમાણે સંપૂર્ણ ફળનો અધિકારી તે થાય છે.
આવો અધિકારી જ ભગવાનના સિદ્ધાંતનું તત્ત્વ જીવનમાં ઉતારનાર હોય છે. - કડેમાણે કડેના – સિદ્ધાંતમાં જે વસ્તુ સચવાઈ છે તે જ વસ્તુ બીજા રૂપમાં અને બીજા શબ્દોમાં ગીતામાં ગવાઈ છે. એનો બીજો અધ્યાય વાંચો. તેમાં કહ્યું છે કે કર્મયોગમાં પ્રારંભેલ પ્રયત્નનો નાશ નથી, તેમાં પ્રત્યવાય (અંતરાય પણ નથી. કર્મયોગધર્મનું થોડું પણ આચરણ તેના આચરનારને મહાન ભયથી બચાવી લે છે.
કર્મ પર જ પ્રયત્ન પર જ તારો અધિકાર છે. ફળ ઉપર કદીયે નથી; માટે પ્રયત્નફળ તૃષ્ણાનું તું નિમિત્ત ન થા, તેમજ અકર્મ (કર્મત્યાગ) પણ ન સેવ.
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥ ४० ॥ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
ઝર્મનંદેતુર્ખ તે સં ર્વMfM | 8 | ગીતાના કેટલાક સૂક્ષ્મ ભાવોનું જૈનદષ્ટિ સાથે સમીકરણ અથવા જૈન દૃષ્ટિએ ઉદ્ઘાટન કરવું એ માર્ગ અત્યારના એકદેશીય સાંપ્રદાયિક અભ્યાસીઓને નવો ન લાગે તે માટે ઉ. યશોવિજયજીની સાંપ્રદાયિક છતાં ગીતા આદિના સમન્વયવાળી અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ કૃતિઓ તરફ વાચકોનું લક્ષ્ય ખેંચી વિરમીશ.
– જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org