________________
૭૮ • જૈન ધર્મ અને દર્શન સંતુષ્ટ રહે અને તે પોતે પોષણ અને સંસ્કાર-દાનનો પ્રબંધ કરી ન શકે એટલી સંતતિ પેદા કર્યા કરે તો દેખીતી રીતે તે સ્વદારાસંતોષનું વ્રત પાળવા છતાં તાત્ત્વિક રીતે તેનો ભંગ જ કરે છે, એમ આજની પરિસ્થિતિમાં કહેવું જોઈએ; કારણ કે, સ્વસ્ત્રીમાં સંતુષ્ટ રહેવું એ તો સ્વદારાસંતોષનો અર્થ છે જ, પણ તેથી આગળ વધી એમાં એ પણ ગર્ભિત અર્થ સમાયેલો છે કે પોતાનું, સંતતિનું અને સમાજનું જીવન ન વણસે એટલી જ હદે દામ્પત્યજીવનમાં જાતીયસંબંધને અવકાશ આપવો.
સાધ્વીજીએ કહ્યું કે કુમારિક ભટ્ટ અને મહાવીર જેવા ક્ષત્રિયોના મુખેથી ઉપદેશાયેલી અહિંસાને ચર્મપાત્રમાં ભરેલ દૂધ જેવી કહી છે. તેમનું આ કથન સાચું છે, પણ આ ઉપરથી શ્રોતાઓ રખે એમ માની લે કે બ્રાહ્મણો કુમારિલે મહાવીર જેવા અહિંસક ક્ષત્રિયોની નિંદા કરી છે અને તેથી બ્રાહ્મણ માત્ર નિંદક જ છે. વાત એમ છે કે કુમારિક તો સાતમા સૈકામાં થયા, જ્યારે તેથી કેટલીય શતાબ્દીઓ પહેલાં જૈનોએ બ્રાહ્મણકુળને હીન અને તુચ્છ કુળ કહેલું છે. કુમારિલે જૈનોએ બ્રાહ્મણકુળ ઉપર કરેલ આક્ષેપનો ઉત્તર જ આપ્યો છે અને આગળ જતાં બારમા સૈકામાં આચાર્ય હેમચંદ્ર કુમારિલને તેથીયે વધારે સખત જવાબ આપ્યો છે. તેથી આપણે અહિંસક દૃષ્ટિએ તો એ વિચારવું ઘટે કે ગમે તે પક્ષ તરફથી આક્ષેપ શરૂ થાય પણ એમાં તટસ્થ જ રહેવું જોઈએ અને બીજા કરતાં પોતાના જ દોષોને જોવાની વૃત્તિ કેળવવી જોઈએ.'
– પ્રબુદ્ધ જૈન, ૧૫-૧-૧૯૪૫
૧. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૯-૯-૪૫ના રોજ મહાસતી શ્રી. ઉજ્વલકુમારીજીએ આપેલ વ્યાખ્યાન પછી અધ્યક્ષપદેથી પૂ. પંડિતજીએ આપેલ વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org