________________
આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ • ૧૦૧ રત થયો છે અને પરને જ સ્વ માની પોતાનું સહજ ભાન ભૂલી ગયો છે. કવિ આટલા કથનથી જૈન પરંપરાના જીવ, અજીવ, આસવ અને બંધ એ ચાર તત્ત્વોનું સૂચન કરે છે. ભારતનાં બધાં જ આત્મવાદી દર્શનો આ ચાર તત્ત્વો ઉપર જ પોતપોતાનાં દર્શનોની માંગણી કરે છે. સાંખ્યદર્શનમાં જે પ્રકૃતિ-પુરુષનો વિવેક છે, તેમજ વેદાંતમાં જે નિત્યાનિત્ય બ્રહ્મ અને માયાનો વિવેક છે તે જ જૈન દર્શનમાં જીવ-અજીવનો વિવેક છે. આવા વિવેકનો ઉદય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા દર્શનથી જ આધ્યાત્મિક વિકાસક્રમમાં ચોથા ગુણસ્થાન કે ચોથી ભૂમિકામાં પ્રવેશ થાય છે.
કવિ કઈ ભૂમિકાએથી કથન કરે છે એ સમજીએ તો જ એના કથનનો ભાવ સમજાય. અત્રે કવિની ભૂમિકા આનંદઘન કે શ્રીમદ્ રાજચંદ્રની પેઠે સમ્યગ્દર્શનની જ છે એમ માની લેવું જોઈએ. સમ્યગ્દર્શન એટલે આધ્યાત્મિક વિવેક. આ વિવેકમાં સાધક મુખ્યપણે શ્રદ્ધાની ભૂમિકા ઉપર ઊભો હોય છે, છતાં એમાં એને પોતાના સંપ્રદાયમાં થઈ ગયેલા અનુભવી ઋષિઓના જ્ઞાનનો વારસો પ્રતીતિકર રૂપે હોય જ છે. સંપ્રદાયભેદને લઈને આધ્યાત્મિક સાધકની ભાષા બદલાય, પણ ભાવ બદલાતો નથી. આની સાબિતી આપણને દરેક સંપ્રદાયના સંતોની વાણીમાંથી મળી રહે છે. દેવચંદ્રજીએ બીજી કડીમાં સૂચિત કરે છે કે ઉપર્યુક્ત ચાર તત્ત્વો પૈકી જીવ અને અજીવ એ બે તત્ત્વો સત્ તત્ત્વના અર્થાત્ વિશ્વસ્વરૂપના નિદર્શક છે, જ્યારે આસવ અને બંધ એ બે તત્ત્વ જીવનલક્ષી છે. અનુભવાતું જીવન નથી એકલું ચૈતન્યરૂપ કે નથી એકલું જડરૂપ; એ તો બંનેનું અકળ મિશ્રણ છે. તેના પ્રવાહની કોઈ આદિ લક્ષમાં આવે તેવી નથી. તેમ છતાં આધ્યામિક દ્રષ્ટાઓએ વિવેકથી જીવનનાં એ બે તત્ત્વો એકમેકથી જુદાં અને સાવ સ્વતંત્ર તારવ્યાં છે. એક તત્ત્વમાં છે જ્ઞાનશક્તિ અગર ચેતના, તો બીજામાં છે જડતા. ચેતનસ્વભાવ જેમાં છે તે જીવ અને જેમાં એ સ્વભાવ નથી તે કર્મ અજીવ. એ જ બે તત્ત્વોને અનુક્રમે સાંખ્ય પુરુષ અને પ્રકૃતિ કહે છે, જ્યારે વેદાંત બ્રહ્મ અને માયા અગર આત્મા અને અવિદ્યા કહે છે. દેવચંદ્રજી જીવ અને જડનો જેવી રીતે વિવેક દર્શાવે છે તેવી જ રીતે સાંખ્ય અને વેદાંત આદિ દર્શનોમાં પણ છે. એ દર્શનોમાં પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એવા વિવેકનો ઉદય અનિવાર્ય રીતે સ્વીકારાયેલો છે, અને તે જ સમ્યગ્દર્શન તરીકે પણ લેખાયો છે.
હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે.
ઝાલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણા જળે. કવિનું આ કથન મેથ્ય આર્નોલ્ડના સુવિખ્યાત કાવ્ય "Lead Kindly light, amid the encircling gloom ! Lead thou me on!' - 2140 guilla da દાખવી, મુજ જીવનપંથ ઉજાળ' (અનુવાદક, સ્વ. કવિ નરસિંહરાવ)માં આવતી "The night is dark and I am far from home' – “દૂર પડ્યો નિજ ધામથી હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org