SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૬ - જૈન ધર્મ અને દર્શન ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. આપણે ભગવાનના જીવન અને આપણા જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર એક એવો દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા જ રહીએ છીએ. આપણે પોતે જ ભગવાન છીએ, એનો અર્થ એટલો જ કે ભગવાનની માનસિક વિટંબણાઓ, એમના જીવનમાં તોફાનો, અને એમનું દિવ્ય-આસુરીવૃત્તિનું યુદ્ધ, એ જ આપણા જીવનમાં છે. ફેર હોય તો તે એટલો જ કે આપણે આપણા જીવનગત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઇચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યારે ભગવાને એ બધું કર્યું. જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે તે વસ્તુને મેળવે, તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમનો પરિવાર કેટલો હતો, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છોડવું, ક્યાં ક્યાં ફર્યા, કોણ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને ક્યાં ક્યાં દેવી બનાવો બન્યા કે કેટલા રાજાઓ ચરણોમાં પડ્યા, કેટલાં ચેલા અને ચેલીઓ થયાં, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામો કર્યા, કયાં નિર્વાણ પામ્યા વગેરે બધું જાણવું હોય તો જાણવું ખરું, પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કારપૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળી અને મેળવી શકીએ છીએ. તો પછી આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી એવો પ્રશ્ન થાય. ઉત્તર ઉપર દેવાઈ તો ગયો જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતમુર્ખ થઈ એમના જીવનની ઘટનાઓ, ખાસ કરીને ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણા જીવનમાં કઈ કઈ રીતે બની રહી છે તે ઊંડાણથી જોયા કરવું. ચમત્કારો, દેવી ઘટનાઓ અને અતિશયોની વાતો પાછળનું યથાર્થ રહસ્ય. આપણા જીવનને સામે રાખી ભગવાનના જીવનમાં ડોકિયું કરવાથી, તરત ધ્યાનમાં આવશે અને ધ્યાનમાં આવતાં જ ભગવાનની સ્વતઃ સિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કોઈ ઠાઠમાઠ, દિવ્ય ઘટના કે ચમત્કારોનું શરણ લેવાની જરૂર નહિ રહે. જેમ જેમ એ જરૂર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તો આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી, કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તો આપણી પાસે છે જ. એમાં પ્રાણ પુરાય અને એ પ્રાણ પુરાવાના સ્થળ ચિતરૂપે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે ભોગનો ત્યાગ કરીએ અને એમ સાબિત કરી બતાવીએ કે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તો આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy