________________
જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર • ૨૪પ ધારી, આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળુ હોઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણા જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શકતા નથી. એટલે આપણે તો જીવનશુદ્ધિની દષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશો જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવોના આગમન કે બીજી દિવ્ય વિભતિઓમાં નથી, શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારોમાં પણ નથી, કારણ કે જો દેવો આવી જ શકતા હોય તો બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિઓ તો મહાન ભોગી ચક્રવર્તીઓને કે જાદુગરોને પણ સાંપડે. પછી આપણે આવી અતિશયતાઓથી કાં લોભાવું જોઈએ?
ત્યારે પ્રશ્ન થશે કે ભગવાનના જીવનના આકર્ષક અથવા ઉપયોગી અને અસાધારણ મોહક તત્ત્વ શું છે એ જેનો સંબંધ આપણી સાથે પણ સંભવી શકે અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે? એનો ઉત્તર રાતદિવસ ચાલતા આપણા જીવનમાંના તોફાનોમાંથી મળી રહે છે. જે તોફાનો આપણને હેરાન કરે છે, કચરી નાખે છે અને નિરાશ કરી મૂકે છે, તે જ મનનાં તોફાનો ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, સ્થિર રહેવાની લીધેલ પ્રતિજ્ઞામાંથી ચલિત થઈ હંમેશની પડેલી ભોગની ટેવોમાં તણાઈ જવાની નબળાઈ સંગમનું રૂપ ધારણ કરીને આવી અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ ડગ ડગાવવા પૂર્વ ભોગોના સ્મરણ અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીખ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને મનમાં જે શ્રવણ-બારીઓ ઉઘાડી મૂકી હતી, તેમાં દુન્વયી વાવાઝોડાના નાદો ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધ્યે જ ગયા, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભોંકાવાથી જરા પણ પાછા ન હઠતાં છેવટે વિજયવાન થયા, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. એવા સંગમ દેવો, એ રંધાતી ખીરો, એ કાનમાં ઠોકાતા ખીલાઓ આપણે રોજેરોજ આપણા જીવનમાં, ધર્મસ્થાનોમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં યોગીનાં હોય કે ભોગીનાં, પણ આપણા જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દેવો હોઈ શકે? કે વળી આવા ઉપસર્ગો હોઈ શકે? તેમજ અચંબો પણ શો, કે અહો! આ તો બધું ભગવાન જેવા મોટા પુરુષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે અને એ જ તેને જીતી શકે !
આપણે પોતે ભગવાન છીએ. આપણા જીવનમાં તેમને પડ્યા અને તેમણે સહ્યા તે બધા જ ઉપસર્ગો રાત-દિવસ આવ્યે જાય છે, પણ આપણે આપણા પોતાના જીવનમાં ડોકિયું નથી કરતાં અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તો અંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org