________________
૧૬૬ • જૈન ધર્મ અને દર્શન
પણ હવે સવાલ એ થાય છે કે એ પુરુષાર્થ આગળ શી રીતે વધારી શકાય? પ્રારંભમાં જે રીતે એ પુરુષાર્થ અમલમાં મૂકવામાં આવ્યો એ રીત તો હવે પુરાણી થઈ ગઈ છે અને તેથી આ યુગમાં એ કારગત થઈ શકે એમ નથી. હવે તો મૂળમાં એ ભાવના – ગૃહસ્થવિદ્વાનો તૈયાર કરવાની ભાવના – કાયમ રાખવા છતાં એને મૂર્ત કરવાની રીતોમાં ફેરફાર કરવો જ રહ્યો. જે રીત એક કાળે કાર્યકરી હતી તે સદાય કાર્યકારી બની રહે એ શી રીતે બને? એટલે હવે નવી રીત જ શોધવી રહી અને તે રીત તે સમન્વયગામી તુલનાત્મક અભ્યાસની પદ્ધતિ દ્વારા વિદ્વાનોને તૈયાર કરવા તે.
જૈન સંપ્રદાયના ત્રણે ફિરકાઓમાં ગુરુકુળોની ફુરણા થઈ છે એ સાચું છે, પણ તેથી તત્ત્વચિંતક ગૃહસ્થ વિદ્વાનોની ઊણપ દૂર થઈ શકી નથી, એ પણ હકીકત છે. આમ થવાનું કારણ એ છે કે પંડિત બનેલા ગૃહસ્થને કામ શું આપવું? એ પ્રશ્નનો નિકાલ આપણે ન કરી શક્યા અને પરિણામે આપણી કેળવણીની સંસ્થાઓ છેવટે કેવળ વ્યાવહારિક ક્ષેત્રના અધ્યયન-અધ્યાપનનાં ધામો બની ગઈ.
બનારસની પાઠશાળા ભલે ગમે તે કારણે અસ્ત બની, પણ બનારસમાં નહિ તો બીજે ગમે તે સ્થળે એ ક્રમ ચાલુ રહેવો જોઈતો હતો, પરંતુ એ ચાલુ રહ્યો નથી. મારી નજર સામે જ અનેક સંસ્થાઓ અસ્ત થઈ, પણ આમ થવાનું એક અને મુખ્ય કારણ તે સંસ્થાના સંચાલનમાં સાધુઓનું વર્ચસ્વ છે એમ મને સ્પષ્ટ લાગ્યું છે. સંસ્થાના કલ્યાણની દૃષ્ટિએ આપણે સાધુઓને નમ્ર ભાવે એમ કહી દેવું જોઈએ કે આપ સંસ્થાને દરેક રીતે જરૂર મદદ અને માર્ગદર્શન કરાવતા રહો, પણ સંસ્થાના સંચાલનમાં આપ માથું ન મારો. તેથી નથી સચવાતો તમારો ત્યાગધર્મ અને નથી સધાતું સંસ્થાનું વિદ્યાવિષયક લક્ષ્ય. મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થા નભી શકી છે અને પુષ્ટ બની શકી છે એનું કારણ આ જ છે. બીજી સંસ્થાઓનું અસ્તગમન પણ આ જ હકીકતની સાખ પૂરે છે.
હું માનું છું કે જેને સાધુઓને જવાબદારીનું ભાન ભાગ્યે જ હોય છે, તેથી તેઓ ન ઈચ્છે છતાં તેમના હસ્તક્ષેપની સંસ્થા વિકસવાને બદલે વિનાશમાં પરિણમે છે.
શું આપણને રાધાકૃષ્ણન જેવા વિદ્વાનો નથી જોઈતા? જો હા, તો એવા વિદ્વાનો આજની જૈન સંસ્થાઓમાં તૈયાર થઈ શકશે ખરા ? એ વાતનો તમે બધા વિચાર કરજો.
રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ આપણને સૌને પ્રેરણા આપે એવી છે. ત્યાં કેવા મોટા મોટા વિદ્વાનો પડ્યા છે અને તે પણ ત્યાગ અને વૈરાગ્યની ભૂમિકા ઉપર અને જનકલ્યાણની સાધનાના માર્ગ ઉપર.
મને લાગે છે કે જે સંસ્થાઓ બિનજવાબદારપણે ચાલતી હોય તે સંસ્થાઓ આપણે બંધ કરવી જોઈએ. એ બંધ કરવામાં જ સમાજનું શ્રેય રહેલું છે અને સાથે સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org