SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયધર્મસૂરિ અને શિક્ષણ સંસ્થાઓ • ૧૬૭ અયોગ્ય સંચાલકો હોય તેમનું પણ નિયંત્રણ કરવું જોઈએ અને જરૂર જણાય તો તેમને રૂખસદ આપતાં પણ અચકાવું ન જોઈએ, કારણ કે અયોગ્ય સંસ્થા કે અયોગ્ય સંચાલક પાસેથી સારા માણસો તૈયાર થવાની આશા તો ન રહે; ઊલટું એમાંથી અયોગ્ય માણસોની પરંપરા જ ઊભી થવાની. આ સ્થિતિ અટકવી જ જોઈએ. આપણા ફિરકાઓ ઘોલકાં જેવા બની ગયા છે, જેમાં કદી ન બુદ્ધિને અવકાશ રહે છે ન મુક્ત વિકાસને. એમાં તો કેવળ જડતા અને અંધશ્રદ્ધાનું જ સામ્રાજ્ય જામે છે. જ્યારે ધર્મનું શિક્ષણ તો કોઈના પણ અંધ અનુયાયી થયા સિવાય જ લેવું ઘટે. એટલે આપણી શિક્ષણ-સંસ્થાઓમાં કોઈ એક પંથનું દૃષ્ટિબિંદુ ન કેળવાય એ જોવું ઘણું જરૂરી છે; નહિ તો માત્ર શુષ્ક ક્રિયાકાંડની જાળોને ધર્મ માની લેવાની ભૂલમાં આપણે ફસાઈ પડીશું અને પરિણામે ધર્મના નામે કેવળ ભ્રમની પરંપરા જ આપણા નસીબમાં રહેશે. અત્યારે તો આવી દુ:ખદ પરિસ્થિતિ પ્રવર્તે છે. એને દૂર કરવી અતિ જરૂરી છે અને એ દૂર કરવાનું કામ આપણી જ્ઞાનની કેળવણીની સંસ્થાઓનું છે. એ કામ માટે વ્યાપક દષ્ટિ અને ઉદાર ચિત્તની જરૂર છે. આપણે સૌ એ સમજીએ અને એ માટે પ્રયત્નશીલ બનીએ ! - સમયધર્મ, વર્ષ ૧૬, અંક ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy