SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ શ્રી વિજયધર્મસૂરીશ્વરના જયંતી-ઉત્સવમાં મેં ૨૫ વર્ષ સુધી ભાગ નથી લીધો અને આજે હું એમાં ભાગ લઈ રહ્યો છું એ શું સુવર્ણચંદ્રકની લાલચે ? એમ કોઈને સહજ પ્રશ્ન થાય; પણ હું એટલું જ કહ્યું કે શ્રી વિજયધર્મસૂરીશ્વરને – તેમનાં શક્તિ અને સામર્થ્યને – હું પિછાનું છું, પણ એનો હું એ રીતે ઉપયોગ કરવા નથી માગતો કે જેથી એ કોઈને માટે કેવળ પ્રચારના સાધનરૂપ બની રહે. બાકી એમના પ્રત્યે મને હંમેશાં આદર રહ્યો છે અને તેથી જ તો મેં મારી એક સારામાં સારી ગ્રંથકૃતિ તેમને સમર્પ છે. આવી જંયતીનો અર્થ હું તો એવો જ સમજું છું કે તે વ્યક્તિને ખરા રૂપમાં આપણે સમજીએ અને તેમાંથી જે જીવનમાં ઉતારવા યોગ્ય હોય તેને જીવનમાં ઉતારીએ. બાકી તો ઘણીય જયંતીઓ ઊજવાય છે અને ભૂલી જવાય છે. એ જાણે રોજના અનુભવની વાત બની ગઈ છે. આવી ઉજવણીઓ મારા મન સાથે સંગત થતી નથી. મારા ખ્યાલ મુજબ વિજ્યધર્મસૂરીશ્વરનો એક વિશિષ્ટ ગુણ એ હતો કે જે ગુણની આજે પણ જૈન સમાજને જરૂર છે. તે ગુણ એટલે ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની કલ્પના અને એ કલ્પનાને મૂર્ત રૂપ આપવાનાં સૂઝ અને સાહસ વિજયધર્મસૂરિજીના સાહસને ગુજરાતનું ક્ષેત્ર અનુકૂળ ન હતું. તેથી તેમણે કાશીનો માર્ગ ગ્રહણ કર્યો એ જાણીતી બીના છે. આપણે ત્યાં શ્વેતાંબર સમાજમાં હજુ સુધી પણ ગૃહસ્થો માત્ર શ્રાવકો (સાંભળનારાઓ) જ રહ્યા છે અને તેથી જ શ્વેતાંબર પરંપરાના ઇતિહાસમાં તત્ત્વજ્ઞા જૈન ગૃહસ્થ વિદ્વાન હોવાનો એક દાખલો નોંધાયો નથી. દિગંબર સમાજમાં જરૂર ગૃહસ્થ વિદ્વાનો થયા છે. વિજયધર્મસૂરીશ્વરને યુગપ્રવર્તક કહેવામાં આવે છે, તેનો અર્થ એટલો કે શ્વેતાંબર જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાનો યુગ તેમણે પ્રવર્તાવવાનો પ્રયત્ન કર્યો અને એ યુગની શરૂઆત ત્યારથી થઈ. બનારસની અત્યારની યાદૂવાદ મહાવિદ્યાલય જેવી દિગંબર પાઠશાળાઓ એ શ્રી વિજયધર્મસૂરિજીના પુરુષાર્થનો પ્રતિધ્વનિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy