SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? • ૨૧૩ અને ઢીલું મૂકીએ તો આપણે નબળા ગણાઈએ અને નબળો કશુંય સાચવી ન શકે. ત્યારે શું નબળા બની સર્વસ્વ ગુમાવવું? આજે એક તો કાલે બીજો, પરમદિવસે ત્રીજો એમ સ્વાર્થીઓ અને દુશ્મનો આવવાના અને નબળાઈનો લાભ લઈ બધું ઓઇયાં કરવાના ! શું આ રીતે બધું ગુમાવવું ? આ દલીલ બંને પક્ષોના ડાહ્યા ડાહ્યા માણસોની છે, અને તેમાં વજૂદ પણ છે; પરંતુ જ્યાં એક જ વસ્તુ ઉપર બંને વિરોધી પક્ષોના સંબંધનો સંભવ છે ત્યાં તકરાર બંધ કરવાનો ઉપાય શો છે એ પણ વિચારવું તો ઘટે જ. ઓછામાં ઓછું કાં તો એકપક્ષ તદ્દન પાયમાલ થઈ જાય અને બીજો આબાદ રહે અને કાં તો એક અથવા બંને પક્ષ ઉદારતા કેળવે. આ સિવાય ત્રીજો રસ્તો કોઈ પણ છે ખરો? પહેલો રસ્તો શક્ય નથી અને શક્ય હોય તોપણ તે પસંદ કરવા જેવો છે ખરો ? જમણી આંખ ડાબીનો નાશ કરી ટકવા માગે એના જેવો એ ઉપાય નથી શું? શ્વેતાંબરો છેક જ પાયમાલ થાય તેથી શું દિગંબરોનું મહત્ત્વ રહેવાનું ? અથવા દિગંબરો બરબાદ થાય એમાં શું લેતાંબરોની મહત્તા ગણાવાની? જો બંને પક્ષ સરખા બળવાળા હશે તો તો જ્યાં લગી મમતાસમતી હશે ત્યાં લગી લડાઈનો અંત આવવાનો જ નથી. એટલે સમાન બળમાં લડાઈનો અંત નથી; અને એકની પાયમાલી પણ પસંદ કરવા જેવી વસ્તુ નથી. ત્યારે પછી માર્ગ શો રહે છે? એ પ્રશ્ન થાય અને તેનો ઉત્તર જૈન ધર્મ સહેલાઈથી એ જ આપે છે કે સહિષ્ણુતા કેળવવી. એક પક્ષ ઉદાર બનશે ત્યારે તે દેખીતી રીતે ઘણું ગુમાવશે, પણ જો સમાજની અને રાષ્ટ્રની એકતા માટે એ ઉદારતા દાખવવામાં આવી હશે તો તે પક્ષ જ જીત્યો ગણાશે. આમ કરવાથી સામા પક્ષને ઉદારતાનો ચેપ લાગ્યા વિના કદી નહિ રહે. તેથી જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ વ્યવહારુ દૃષ્ટિએ પણ તીર્થોની સમાધાની માટે ઉદારતાનો જ માર્ગ સામે આવે છે. એક બાજુ તીર્થોને શોભે એવી સાદગી અને સરળતા દાખલ થઈ અને બીજી બાજુ મમતામતી ઓછી થઈ, એટલે તીર્થોની પ્રતિષ્ઠા આપોઆપ સચવવાની અને તેનું તેજ પણ આપોઆપ વધવાનું. કાંટો ભોંકાય છે ત્યારે પણ દુઃખ થાય છે અને તેને ખેંચીને તાણી કાઢવવામાં પણ દુખ તો થાય છે; છતાં તેને તાણી કાઢતાં જે દુઃખ થવાનું તે ન થાય એટલા માટે શું તેને અંદર રહેવા દેવામાં ડહાપણ ગણાશે ? એ જ રીતે જેનપણાની ભાવનામાં જે અભિમાનનો કે મમતામતીનો કાંટો ભોંકાયો છે અને એને લીધે બંને પક્ષો જે રીતે દુભાય છે તે દુઃખ સહી લેવું? આનો જે ઉત્તર તે જ તીર્થની પ્રતિષ્ઠાનો માર્ગ છે. આ તો એક રીતે પ્રતિષ્ઠા સાચવવાનો વિચાર થયો. આ વિચાર આધ્યાત્મિક છે. જૈન સમાજની ભાવના આધ્યાત્મિક ભૂમિકા ઉપર ઘડાયેલી હોવાથી તેને માટે પ્રથમ રસ્તો આધ્યાત્મિક હોય તે જ સૂચવવો યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy