________________
૨૧૨ • જૈન ધર્મ અને દર્શન
જ્યારે વૃત્તિ અંતર્મુખ હોય છે ત્યારે જ તપ, ત્યાગાદિ તત્ત્વો જન્મે છે અને વિકસે છે. વૃત્તિ બહિર્મુખ થતાં એ તત્ત્વો ઓસરવા માંડે છે. એ તત્ત્વોનો વારસો તો જૈન સમાજને વિચારમાં મળ્યો, પણ વખત જતાં એ સમાજ એની પૂજા-પ્રતિષ્ઠામાં પડી ગયો અને તે પણ સ્થૂળ પૂજા–પ્રતિષ્ઠામાં. આ સ્થળ પૂજા-પ્રતિષ્ઠાએ સમાજની વૃત્તિ વધારે બહિર્મુખ કરી અને એમ મનાવા લાગ્યું તથા જાણે-અજાણે એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે જ્યાં વધારે કીંમતી, વધારે કળામય અને સમૃદ્ધ મંદિરો તે તીર્થ બીજાં તીર્થો કરતાં વધારે મોટું. આ રીતે બહિર્મુખ વૃત્તિ વધતી ચાલી અને તેને પરિણામે સ્વાભાવિક રીતે જ જે અંતર્મુખ વૃત્તિનો થોડોઘણો સંભવ હતો તે દબાઈ ગયો. પછી તો બાહ્ય દેખાવ તેમજ બાહ્ય શણગારનો એટલો બધો અતિરેક થઈ ગયો કે ત્યાગી, તપસ્વી, આધ્યાત્મિક ગણાતા કે મનાતા પુરુષો પણ એ બાહ્ય વિભૂતિ અને આડંબરની વાહવાહમાં ઓછેવત્તે અંશે ઘસડાવા લાગ્યા. પરિણામે બાહ્ય શોભાના અતિરેકથી તીર્થોની સાદગી અને સરળતા હણાઈ; તેમજ તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતન માત્ર શબ્દમાં રહી ગયાં. એક બાજુ જેનાથી શાંતિ, સમાધિ, સહિષ્ણુતા અને વિવેકનો સંભવ હતો એ અંતર્મુખ વૃત્તિ ઓસરી અને બીજી બાજુ જેનાથી ક્લેશ, કંકાસ અને મમત્વ સિવાય બીજું થવાનો સંભવ જ નથી એવી બહિર્મુખ વૃત્તિ જન્મી. પરિણામ એ આવ્યું કે તીર્થોના કલેવરના હક્ક વિશે અને એવી બીજી ક્ષદ્ર બાબતો વિશે ભક્તોમાં ભાગલા પડ્યા અને તાણાતાણી શરૂ થઈ. બે કજિયાળી શકો વચ્ચે જેમ ધણી કચરાય તેમ બે પક્ષોની તાણાતાણી વચ્ચે તીર્થપણું જવા લાગ્યું. હવે જે તીર્થપણું ભાવનામાં, વર્તનમાં હતું તે તીર્થપણું ચડસા-ચડસીમાં, હારજીતમાં અને કબજો મેળવવામાં મનાવા લાગ્યું. આત્મામાં અને તેથી પોતાની પાસે જ રહેલા તેમજ કોઈથી છીનવી ન શકાય એવા તીર્થપણા તરફ દુર્લક્ષ થતાં અને તીર્થપણાની છાયા પાછળ અગર તો કૃત્રિમ તીર્થ પાછળ દોડવા જતાં સહજ વસ્તુ ચાલી ગઈ અને અસહજ વસ્તુ જોખમમાં આવી પડી.
તેથી દિગંબરોને હંમેશાં શ્વેતાંબરો દુશમન થઈ પડ્યા અને તેઓ તેમને સ્વાર્થી 'તેમજ નીચ જણાવા લાગ્યા. શ્વેતાંબરોને પણ દિગંબરો વિશે એમ જ થયું. બંને પક્ષો તીર્થોને સાચવવા કુરબાની આપવા લાગ્યા, પ્રાણ પાથરવા મંડ્યા; છતાં બેમાંથી એકેય તીર્થપણું સાચવી શક્યા નહિ અને સૂતાં કે બેસતાં, પ્રત્યેક ક્રિયામાં બંને તીર્થરક્ષા વિશે શંકાશીલ અને ભીરુ બની ગયા – તીર્થોની રક્ષા કરવાના પ્રયત્નમાં તીર્થત્વની પ્રતિષ્ઠા જ લગભગ ગુમાવી બેઠા. હવે બંને વચ્ચે એટલે સુધી અંતર વધી ગયું છે કે કોઈને એ બંનેની એકતાનો માર્ગ સૂઝતો જ નથી. જેઓ કાંઈ માર્ગ સૂચવે તેઓ તો એક જ વસ્તુ સૂચવી શકે, અને તે હક્ક જતો કરવાની અથવા તો ઓછામાં સંતોષ માનવાની સૂચના. પરંતુ આ સૂચના સામે વ્યવહારુ લોકો એક જ દલીલ કરે છે અને તે સાવ નિરર્થક પણ નથી. તે દલીલ એ છે કે જો આપણે આ રીતે હક્કો જતા જ કરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org