________________
આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી ૧૫૭ પ્રથમ ન હતી પ્રાપ્ત કે ન હતી સુલભ. જે જૈન ભંડારો પૂર્ણપણે અવગાહવામાં આવ્યા ન હતા અને જેમાં આ હશે, તે હશે એવી ધારણા સેવાતી હતી, લગભગ તે બધા ભંડારો હવે અથેતિ જોવાઈ ગયા છે અને તેમાંથી બધી સામગ્રી એકત્ર કરવામાં આવી છે. સંભવ હોય તેટલા જૂના સમયની જૂનામાં જૂની હસ્તલિખિત તાડપત્ર અને કાગળની પ્રતિઓ આજે આપણી સામે છે. જૈન શ્રુતિઓ સાથે અનિવાર્ય સંબંધ ધરાવતી અને તેના સંપાદન-પ્રકાશનમાં કીમતી ફાળો આપે તેવી બૌદ્ધ અને બ્રાહ્મણ મૃતની સામગ્રી પણ અનેક રૂપે આજે સર્વથા સુલભ છે. પાલિ પિટકો, મહાયાની સાહિત્ય, એનાં યુરોપીય ભાષાઓમાં અને દેશી ભાષાઓમાં થયેલાં ભાષાંતરો, એના ઉપર થયેલ બીજાં અનેક કોષાદિ કામો અને એમાંથી નીપજેલું તેમજ વિકસેલું ચીની, જાપાની, બર્મી અને સિલોની સાહિત્ય – એ બધું જાણે આંગણામાં હોય એવી સ્થિતિ છે. વેદથી માંડી પુરાણ અને દર્શન આદિ વિષયને લગતા વર્તમાન કાળ સુધીના વૈદિક તેમજ બ્રાહ્મણ પરંપરાના મૂળ ગ્રંથો, તેનાં ભાષાંતરો, તે ઉપરનાં વિવેચનો વગેરે બધું જ આપણામાં છે. બૌદ્ધ અને વૈદિક વાડુમય તેમજ જૈન શ્રતનો એટલો બધો નિકટ સંબંધ છે કે તે એકમેકનાં પૂરક બને છે. આ બધું તો છે જ, પણ તે ઉપરાંત જરથુસ્ટ્રિયન ધર્મના અવેસ્તા આદિ પ્રાચીન ગ્રંથોને લગતી પણ બધી સામગ્રી આજે પ્રાપ્ત છે, જેની સાથે જૈન આચારવિચારનો બહુ જૂનો સંબંધ છે.
સાહિત્ય સામગ્રી ઉપરાંત આજે કાર્ય કરી શકે અને કામ લઈ શકાય એવા વિદ્વાનો અને વિશારદોની પણ આપણી પાસે ઠીક ઠીક સંપત્તિ છે. આવી કોટિના જૈન ગૃહસ્થ વિદ્વાનોને લક્ષમાં ન લઈએ તો પણ એકલી જૈન સાધુસંસ્થામાં ગણ્યાગાંઠ્યા પણ ઉચ્ચ કોટિની યોગ્યતા ધરાવનારા ત્યાગીઓ છે જે નવસંસ્કરણ માટે અગત્યની ભૂમિકા છે. એમની જૈન શ્રુત પ્રત્યેની ભક્તિ, એમને પરંપરાગત મળેલો આચાર-વિચારનો વારસો અને એમની સંઘ ઉપરની લાગવગ એ બધું બહુ કીમતી છે. આ સિવાય આ દેશ અને પરદેશમાં એવા અનેક વિદ્વાનો, અધ્યાપકો અને સંશોધકો કૉલેજ, યુનિવર્સિટી તેમજ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિમાં કામ કરી રહ્યા છે, જેમને જ્ઞાનની દૃષ્ટિએ જૈન શ્રુતના સંપાદનમાં, તેના પ્રકાશનમાં અને તેને લગતા વિવેચન આદિમાં ઊંડામાં ઊંડો રસ છે: એટલું જ નહિ, પણ આપણે ઇચ્છીએ અને લઈ શકીએ તો તેઓ પ્રસ્તુત કાર્યમાં બહુ કીમતી મદદ કરી શકે તેમ છે. સંપાદનમ્રકાશનને લગતી આ ભૂમિકા જાણે પહેલાં કદી ન હતી તેવી કાળક્રમે નિર્માઈ છે. એનો ઉપયોગ જૈન શ્રુતના નવસંસ્કરણમાં કરવો એ આપણું દૃષ્ટિબિંદુ હોઈ શકે. જિજ્ઞાસાને સંતોષવાની દૃષ્ટિ રાખીએ
આપણે જે સંપાદન, પ્રકાશન, વિવેચન અને નિર્માણ કરવા ઈચ્છીએ છીએ, તેની પાછળ કઈ દૃષ્ટિ હોવી જોઈએ તે વિચારવું યોગ્ય ગણાશે. પહેલાં જે જૈન શ્રુત માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org