________________
૨૩૬ • જૈન ધર્મ અને દર્શન એ સ્થિતિ અસહ્ય હોવી જોઈએ. પંડિત અને ગુરુવર્ગને જોઈએ તે કરતાં દશગણાં કપડાં મળી શકે અને તેમના પગમાં પડતા અને તેમના પગની ધૂળ ચાટતા કરોડો માણસોનાં ગુહ્ય અંગ ઢાંકવા પણ પૂરતાં કપડાં ન હોય, તેઓ શિયાળામાં કપડાં વિના ઠરી અને મરી પણ જાય. પંડિત, પુરોહિતો અને ત્યાગીવર્ગને માટે મહેલો હોય અને તેમનું પોષણ કરનાર, તેમને પોતાને ખભે બેસાડનાર કરોડો માણસોને રહેવા માટે સામાન્ય આરોગ્યકારી ઝૂંપડાં પણ ન હોય એ સ્થિતિ અસહ્ય છે. પહેલો વર્ગ તાગડધિન્ના કરે અને બીજો અનુગામીવર્ગ એના આશીર્વાદ-મંત્રો મેળવવામાં જ સુખ માને, એ સ્થિતિ હંમેશાં નભી ન શકે. એટલે જો આપણે ખરો અમારિધર્મ સમજીએ અને તેનો ઉપયોગ જુદે જુદે પ્રસંગે કેમ કરી શકાય એ જાણી લઈએ તો જેમ અન્યાયી રાજા પ્રત્યે, તેમ સેવાશૂન્ય પંડિત-પુરોહિતો અને બાવા-ફકીરો પ્રત્યે પણ આપણી ફરજ તેમનું પોષણ અટકાવવાની ઊભી થાય છે. એમ કરી તેમને સેવાનું અને પોતાની જવાબદારીનું ભાન કરાવવું એ જ આ કડવી ગોળીનો ઉદ્દેશ હોવો જોઈએ. જ્યારે તેઓ પોતાને મળતા પોષણના બદલામાં પ્રાણ પાથરવાની જવાબદારી સમજી લે, તેમની બધી જ શક્તિઓ દેશ માટે ખરચાય, દેશનું ઉત્થાન–સામાન્ય જનતાની જાગૃતિ તેમને શાપરૂપ ન લાગે, તેઓ પોતે જ આપણા આગેવાન થઈ દેશને સાથ આપે, ત્યારે તેઓ આપણા માનપાન, દાન અને ભેટના અધિકારી થાય. એમ ન થાય ત્યાં સુધી એવા એદી વર્ગને પોષવામાં તેમની અને આપણી બંનેની હિંસા છે. હિંસાથી બચવું તે આજનો અમારિધર્મ શીખવે છે.
ધર્મમાત્રની બે બાજુ છે : એક સહકારની અને બીજી અસહકારની. અમારિધર્મની પણ બે જ બાજુ છે. જ્યાં જ્યાં પરિણામ સારું આવતું હોય ત્યાં ત્યાં બધી જાતની મદદ આપવી એ અમારિ ધર્મની સહકાર બાજુ છે, અને જ્યાં મદદ આપવાથી ઊલટું મદદ લેનારને નુકસાન થતું હોય અને મદદનો દુરુપયોગ થતો હોય ત્યાં મદદ ન આપવામાં જ અમારિધર્મની બીજી બાજુ આવે છે. મેં જે સેવા નહિ કરનાર, બદલો નહિ આપનાર અને સમાજ તેમજ રાષ્ટ્રની પ્રગતિમાં ઓ આવનાર વર્ગને મદદ ન આપવાની વાત કહી છે તે અમારિધર્મની બીજી બાજુ છે. એનો ઉદ્દેશ એવા વર્ગમાં ચૈતન્ય આણવાનો છે, એ વસ્તુ ભુલાવી ન જોઈએ, કારણ કે એ વર્ગ પણ રાષ્ટ્રનું અંગ છે. તેને જતું કરી શકાય નહિ. તેને ઉપયોગી બનાવવાની જ વાત છે. હેમચંદ્ર અને હીરવિજય કેમ થવાય?
- આજના જેની સામે અમારિધર્મના ખરા ઉદ્યોતકર તરીકે બે મહાન આચાર્યો છે : એક હેમચંદ્ર અને બીજા હીરવિજય. આ બે આચાર્યોના આદર્શ એટલા બધા આકર્ષક છે કે તેનું અનુકરણ કરવા ઘણા ગુરુઓ અને ગૃહસ્થો મળે છે. એ દિશામાં તેઓ ઘણો પ્રયત્ન કરે છે. જગાએ જગાએ ફંડો થાય છે, પશુઓ અને પંખીઓ છોડાવાય છે, હિંસા અટકાવવાનાં ફરમાનો કઢાવાય છે. લોકોમાં પણ હિંસાની ધૃણાના સંસ્કારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org